ind vs aus irfan pathan predict one indian bowler who he thought could trouble steve smith
ક્રિકેટ /
IND vs AUS: સ્ટીવ સ્મિથ માટે ટીમ ઇન્ડિયાનો આ બોલર બનશે ઘાતક, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીને ઈરફાન પઠાણની ચેતવણી
Team VTV04:06 PM, 04 Feb 23
| Updated: 04:09 PM, 04 Feb 23
સ્ટીવ સ્મિથનો ભારત સામે ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધી ધમાકેદાર રેકોર્ડ જોવા મળ્યો છે, જેમાં તેમણે 14 ટેસ્ટ મેચમાં 72.58ની સરેરાશથી અત્યાર સુધી કુલ 1742 રન બનાવ્યાં છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે
સ્ટીવ સ્મિથ ભારતીય ટીમ માટે એક મોટુ જોખમ બની શકે
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે ભારતીય ટીમને આપી ચેતવણી
સ્ટીવ સ્મિથ ભારતીય ટીમ માટે મોટુ જોખમ પણ બની શકે
9 ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. આ ટેસ્ટ શ્રેણી દરમ્યાન ક્રિકેટ પ્રેમીઓનો ઘણો બધો રોમાંચ પણ જોવા મળશે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમના દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિથના પ્રદર્શન પર બધાની નજર રહેવાની છે. સ્મિથનો ભારત સામે ટેસ્ટ રેકોર્ડ પણ ખૂબ શાનદાર રહ્યો છે અને એવામાં તેઓ ભારતીય ટીમ માટે એક મોટુ જોખમ પણ બની શકે છે.
ઈરફાન પઠાણે પણ ભારતીય ટીમને ચેતવી
આ જોખમને લઇને ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે પણ ભારતીય ટીમને ચેતવી છે. ઈરફાને સ્ટાર સ્પોર્ટ્સના શો ગેમ પ્લાનમાં સ્મિથને લઇને વાત કરતા કહ્યું કે તેમાં કોઈ પ્રકારની કોઈ શંકા નથી કે સ્મિથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના મહાન બેટરોમાંથી એક છે. તેમણે ભારતીય બોલરોને અત્યાર સુધી ખૂબ પરેશાન કર્યા છે અને રેકોર્ડ જોતા જ તમને આ વાતનો અંદાજ પણ આવી જાય છે.
સ્મિથને રોકવા નક્કર યોજનાની સાથે મેદાનમાં ઉતરવુ પડે: ઈરફાન પઠાણ
ઈરફાને વધુમાં કહ્યું કે સ્મિથ એક સૉલિડ બોટમ હેન્ડવાળા ખેલાડી હોવા છતાં સતત વિકેટ સામે, ઑફ અને લેગ સાઈડ પર રન બનાવતા રહે છે. તમારે તેમને રોકવા માટે એક મજબૂત યોજનાની સાથે મેદાનમાં ઉતરવુ પડશે.
અક્ષર બની શકે છે સ્મિથ માટે એક મોટુ જોખમ
સ્ટીવ સ્મિથની સામે યોજનાને લઇને ઈરફાન પઠાણે કહ્યું કે અક્ષર પટેલ તેમના માટે એક મોટુ જોખમ બની શકે છે. અક્ષરને જો બધી મેચ રમવાની તક મળે છે તો તે સ્મિથ માટે એક મોટી મુશ્કેલી બની શકે છે. કારણકે અક્ષર જે લાઈન લેન્થની સાથે બોલિંગ કરે છે તેનાથી સ્મિથને એલબીડબલ્યુ અને બોલ્ડ કરી શકાય છે.