Increased Risk Of Corona On Singhu Border, Demonstrator Farmer Fever, Cough
COVID -19 /
સિંધુ બોર્ડર પર કોરોનાનો ખતરો વધ્યો, પ્રદર્શનકારી ખેડૂતોમાં જોવા મળ્યા આ લક્ષણો
Team VTV08:21 AM, 04 Dec 20
| Updated: 09:16 AM, 04 Dec 20
સિંધુ બોર્ડર પર કોરોના વાયરસનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારી ખેડૂતોમાં શરદી, ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. તેમાં સોથી વધારે વૃદ્ધ ખેડૂતો ભોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની ટીમે ખેડૂતોને માટે દવાની વ્યવસ્થા કરી છે. અહીંના ડોક્ટર્સનું કહેવું છે કે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી અને મહામારીને સામાન્ય લઈ રહ્યા છે એવામાં કોરોના વધી શકે છે.
સિંધુ બોર્ડર પર કોરોના વાયરસનો ખતરો વધતો જોવા મળ્યો
સોથી વધારે વૃદ્ધ ખેડૂતો ભોગ બની રહ્યા છે
તાવ અને ખાંસી જેવા લક્ષણોનો ભોગ બની રહ્યા છે પ્રદર્શનકારીઓ
માસ્કનો ઉપયોગ ન થતા મહામારી વધવાનો ખતરો
હરિયાણા સરકારના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી અહીં શરદી, ખાંસી અને ગળું ખરાબ હોવાની ફરિયાદોના કેસ વધી રહ્યા છે. સરકારની તરફથી 10 મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. દરેક જગ્યાઓએ ફક્ત આ પ્રકારના કેસ આવી રહ્યા છે. રોજ વધારે પ્રમાણમાં શરદી, ખાંસી અને તાવની દવાઓ મંગાવવી પડી રહી છે. વૃદ્ધોની સંખ્યા તેમાં વધારે જોવા મળી રહી છે જે ચિંતાજનક છે. ઈમરજન્સીની સ્થિતિને જોતાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
મળતી માહિતી અનુસાર એક એનજીઓએ કહ્યું કે અમે 4 દિવસથી અહીં કેમ્પ લગાવ્યો છે. રોજ ફક્ત તાવ અને ગળું ખરાબ હોવાની સમસ્યા આવી રહી છે. લોકોની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. વધારે ગંભીર બીમાર વ્યક્તિઓ માટે ડોક્ટરની વ્યવસ્થા પણ છે. એક નક્કી સમયે મહિલા, પુરુષોને બોલાવીને તેમની સારવાર કરાય છે. સંસ્થા દ્વારા અઢી લાખની દવાઓ ખેડૂતોને અપાઈ ચૂકી છે. અમારે રોજ સ્ટોક મંગાવવો પડી રહ્યો છે. રોજ લગભગ 50થી વધારે લોકો કેમ્પમાં ખાંસી અને તાવની દવા લેવા આવી રહ્યા છે. લોકો કોરોનાથી વચવા સતર્ક પણ રહેતા જોવા મળી રહ્યા છે. આ સિવાય શુગર, બીપી અને પેટની બીમારીઓ સંબંધિત કેસ પણ સામે આવી રહ્યા છે.
બીમાર લોકોની યાદી તૈયાર કરવામાં જોડાઈ હરિયાણા સરકાર
હરિયાણા સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે અમે એવા ખેડૂતોનું લિસ્ટ તૈયાર કરીશું જેને તાવ અને શરદી ખાંસી છે. આ પછી કેમ્પ લગાવીને કોરોના ટેસ્ટ કરાશે. જો કોઈ ખેડૂત કોરોના સંક્રમિત મળશે તો તેને સારી સુવિધા અપાશે. ખેડૂતો દ્વારા માસ્ક નહીં લગાવવા અને કોરોનાના પ્રોટોકોલનું પાલન નહીં કરવા માટે અધિકારીઓ અને સ્થાનીય જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને તપાસના આદેશ અપાયા છે.