In the second phase tomorrow, the election campaign, special arrangements have been made, see how the Election Commission has prepared
ઈલેક્શન 2022 /
આવતીકાલે બીજા તબક્કામાં મતનો મહાસંગ્રામ, ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ, જુઓ ચૂંટણીપંચે કેવી કરી તૈયારીઓ
Team VTV07:37 PM, 04 Dec 22
| Updated: 07:48 PM, 04 Dec 22
બીજા તબક્કાનાં મતદાનમાં 93 બેઠક છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સીટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થશે.
મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સીટીંગ ધારાસભ્યોનું ભાવિ EVM માં સીલ થશે
આવતીકાલે અમદાવાદની 21 બેઠક પર મતદાન
મતદાન મથકો પર સીઆરપીએફની ટુકડીઓ તૈનાત
અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમ ખાતે CCTV કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થયું હતું. ત્યારે ભાવનગર જીલ્લામાં 7 વિધાનસભાની બેઠમ માટે ચૂંટણીમાં સરેરાશ 60.83 ટકા મતદાન નોંધાયું હતું. સ્ટ્રોંગરૂમ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક તરફ રાજ્યમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેને લઈને અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં પાંજરાપોળ પોલિટેકનિક ખાતે 6 બેઠકની મતગણતરી થશે. આગામી 8 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. જેને લઈ આર્મીના જવાનો ઉપરાંત સ્થાનિક પોલીસ તેમજ CCTV દ્વારા સતત પહેરો રાખવામાં આવી રહ્યો છે.
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) December 4, 2022
મતદાન મથકો પર સીઆરપીએફની ટુકડીઓ તૈનાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે કાલે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે. વહીવટી તંત્ર દ્વારા EVM અને મતદાનને લગતું ચૂંટણી સાહિત્ય લઈને ચૂંટણી સ્ટાફને પોલીસ સાથે અલગ અલગ મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીઆરપીએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમ ખાતે CCTV કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો
આવતીકાલે અમદાવાદની 21 બેઠક પર મતદાન થવાનું છે. જેમાં શહેરની 16 અને જીલ્લાની 5 બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે તંત્ર દ્વારા આજે અમદાવાદની રાણીપ નિશાન શાળા ખાતે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. LD કોલેજ ખાતે મતદાન બાદની પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે LD કોલેજ ખાતે CCTV કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે. CCTV ની મદદથી અમદાવાદની તમામ વિધાનસભાઓના સ્ટ્રોંગ રૂમનું મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ નારણપુરામાં નવરંગ સ્કૂલમાં ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્ટ્રોંગરૂમ ખાતેથી ચુસ્ત સુરક્ષા સાથે કર્મચારીઓને સોંપાશે.
વડોદરા શહેર અને જીલ્લોઃ
વડોદરા શહેર અને જીલ્લાની કુલ 10 બેઠક માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આજે સરદાર વિનય સ્કૂલમાં EVM ની ફાળવણીના કામગીરી હાથ ધરાઈ હતી.
મહીસાગરઃ
મહીસાગરની 3 વિધાનસભા બેઠક ખાતે મતદાન થવાનું છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડાની PN પંડ્યા કોલેજ ખાતેથી બૂથ કેન્દ્રો પર EVM વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મહિસાગરમાં લુણાવાડા ખાતે 205 પંચશીલ સ્કૂલમાં મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત થનાર અને ગુલાબી થીમ પર તૈયાર થયેલ સખી મતદાન મથક પણ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠાઃ
બનાસકાંઠા જીલ્લાની 9 બેઠક માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. ત્યારે EVM તથા મતદાનને લગતું ચૂંટણી સાહિત્ય લઈને ચૂંટણી સ્ટાફને જુદા જુદા મતદાન મથકો પર રવાના કરાયા છે.
પંચમહાલઃ
પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા EVM વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ તાલુકા મથકોથી બૂથ પર EVM, VVPAT, સહિત પોલિંગ અને સુરક્ષા સ્ટાફને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મહેસાણા:
જીલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. જેથી મહેસાણા જીલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો ચૂંટણી પંચ દ્વારા આજે મતદાન બૂથો પર EVM, VVPATનું વિતરણ કરવામાં આવ્યું છે.
મહત્વની વાત
1. મતદાનનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો છે.
2. બુથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે
3. જો આધારકાર્ડ લઈને મતદાન કરવા જાઓ છો તો આધાર કાર્ડની હાર્ડ કોપી સાથે રાખવી ફોનમાં રહેલ આધાર કાર્ડ માન્ય રહેશે નહી.
લોકોને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બનીએઃચૂંટણી કમિશ્નર
ચૂંટણી કમિશ્નરે લોકોને વિનંતી કરી છે કે મતદાનનો સમય સવારે 8 થી 5 છે. ત્યારે ચૂંટણી કમિશ્નર દ્વારા લોકોને કામમાંથી થોડો સમય કાઢીને મતદાન કરવા જઈને અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.