બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / In the month of Shravan, please Shiva as per your zodiac

આસ્થા / શ્રાવણ મહિનામાં તમારી રાશિ પ્રમાણે આવી રીતે કરો શિવને પ્રસન્ન

Last Updated: 09:44 AM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગયો છે. ગુજરાતી મહિનામાં ભગવાન શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ અતિપ્રિય છે. લોકો આ મહિનામાં ભગવાન શિવની મહત્તમ પૂજા કરે છે. ત્યારે તમે પણ જાણો કે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવને કેવી રીતે કરશો પ્રસન્ન.

કહેવાય છે કે શ્રાવણમાં કરેલી શિવની પૂજાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત કુંડળીમાં ગ્રહ દોષ હોય અને કાર્યમાં સમસ્યા આવી રહી હોય તો રાશિ પ્રમાણે આવી રીતે શિવને પ્રસન્ન કરવાથી કષ્ટના અંત થાય છે. 

મેષ 
આ રાશિના જાતકોએ શ્રાવણમાં શિવજીને આંકડાના ફૂલ ચઢાવા જોઈએ. કારણકે આ રાશિનો સ્વામી મંગળ છે. આથી એને દરેક મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ. હનુમાનજીને શિવજીના અંશવતાર ગણાય છે આથી હનુમાનજીની પૂજાથી પણ લાભ મળે છે.

વૃષભ 
આ રાશિના જાતકોનું સ્વામી શુક્ર છે. શુક્રાચાર્યએ અસુરોના ગુરૂ ગણાય છે. શુક્રાચાર્ય પણ શિવજીના ભક્ત હતા. આથી શુક્રને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો.

મિથુન 
આ રાશિના જાતકો આખા શ્રાવણ મહિનો દરરોજ શિવલિંગ પર 3 બિલી પત્ર ચઢાવો. મિથુન રાશિના લોકોનો સ્વામી છે બુધ. બુધને પ્રસન્ન કરવા માટે દરેક બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. બુધવારે જ કોઈ કિન્નરને ધનનું દાન કરો.

કર્ક 
આ રાશિ વાળા શ્રાવણ માસમાં શિવજીને ચંદન અને ચોખા ચઢાવો. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર. શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવું જોઈએ. સાથે જ, ચંદ્રથી સંબંધિત વસ્તુ દૂધનું દાન કરવું જોઈએ.

સિંહ 
આ રાશિના જાતક શ્રાવણ માસમાં દરેક સાંજે શિવલિંગ પાસે ઘી નો દીપક પ્રગટાવો. આ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્યદેવની પૂજા કરો. રોજ સૂર્યને જળ ચઢાવો. શ્રાવણ માસમાં દરરોજ આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે.

કન્યા 
રાશિના જાતકો શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર 11-1 1 બિલી પત્ર અર્પિત કરો. કન્યા રાશિના સ્વામી ગ્રહ છે બુધ. દર બુધવારે શિવજીના પુત્ર ભગવાન ગણેશને દૂધ ચઢાવો નિયમિત રૂપથી પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી બધા પ્રકારના ગ્રહ દોષોની શાંતિ થઈ જાય છે.

તુલા 
આ રાશિના જાતકો શ્રાવણ માસમાં શિવજીને માખણ અને શાકરના ભોગ ચઢાવો. આ રાશિનો સ્વામી શુક્ર જ છે. શુક્રને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કોઈ જરૂરિયાત માણસને વસ્ત્રના દાન કરો.

વૃશ્ચિક 
આ રાશિના જાતકો શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર કાચું દૂધ અર્પિત કરો. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. મંગળને પ્રસન્ન કરવા માટે દરેક મંગળવારે શિવજીને અંશવતાર હનુમાનને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.  કોઈ જરૂરિયાત માણસને મસૂરની દાળનું દાન કરો. શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો. 

ધનુ 
શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર બિલી પત્ર અને આંકડાના ફૂલ ચઢાવો. આ રાશિના સ્વામી દેવતાઓના ગુરૂ વૃહસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુ જેમકે પીળા ફૂલ ચઢાવો. પ્રસાદમાં ચણાની દાળ અને બેસનના લાડુનો ભોગ ચઢાવો.

મકર 
આ રાશિના જાતક શ્રાવણમાં શિવલિંગ પર હંમેશા તાંબાના લોટાથી જળ ચઢાવો. આ રાશિના સ્વામી છે શનિ. દરેક શનિવારે શનિ માટે તલ અને કાળી અડદનું દાન કરો. કોઈ ગરીબને કાળા ધાબડાનું દાન કરો. શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી હંમેશા લાભ હોય છે. 

કુંભ 
આ રાશિના જાતકો શ્રાવણ માસમાં કેસર અને દૂધને જળમાં મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવું જોઈએ. કોઈ ગરીબને છત્રીનું દાન કરો.

મીન 
આ રાશિના જાતક શ્રાવણમાં શિવજીને ચોખા અને ચંદન ચઢાવો. બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસના દરેક ગુરૂવારે આખી હળદરનું દાન કરો. પણ ધ્યાન રાખો કે હળદર ક્યારે પણ શિવજી પર ન ચઢાવો. પીળા રંગના અન્ન ના દાન કરો. શિવજીને બેસનના લાડુનો ભોગ ચઢાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Lord Shiva shravan month ભગવાન શિવ શ્રાવણ મહિનો Aastha
Krupa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ