In the case of covid deceased aid,Supreme Court annoyed with Gujarat government
અ'સહાય' /
કોરોના મૃતક વળતર: સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને ઝાટકી કાઢી, કહ્યું પ્રક્રિયા સરળ અને કામમાં ઝડપ રાખો નહીંતર...
Team VTV05:42 PM, 22 Nov 21
| Updated: 06:48 PM, 22 Nov 21
ગુજરાતમાં કોરોના મૃતકના પરિવારજનોને સહાય મામલે ગોકળગતિથી કામ ચાલી રહ્યું છે. SCએ સુનાવણીમાં ગુજરાત સરકારને કર્યા વેધક સવાલ
ગુજરાત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઇ સુનવણી
કોરોના મૃત્યુના સર્ટિફિકેટની કામગીરીને લઇ ગુજરાત સરકાર સામે SC નારાજ
કેમ વળતર અંગે પ્રક્રિયા ધીમી ચાલી રહી છે -SC
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાય મુદ્દે ગુજરાત સરકારે નવો ઠરાવ કર્યો છે. રાહત કાર્યમાં સંકળાયેલા હોય અને કોરોનાથી મૃત્યુ થયું હોય તેને પણ લાભ મળશે. સુપ્રીમકોર્ટના તેડા બાદ ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો હતો. મહેસૂલ વિભાગે ઠરાવ સાથે અરજી ફોર્મ પણ જાહેર કર્યું છે. મૃતક દર્દીના વારસદારોને સહાયનો નવો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ કામ સાવ ઢીલી નીતિથી ચાલતું હોવાથી સુપ્રીમકોર્ટે મુખ્ય અને આરોગ્ય સચિવને હાજર રહેવા કહ્યું હતું. આજે સુપ્રીમકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર હાજર રહ્યા હતા.
જો પ્રક્રિયા સરળ અને કામમાં ઝડપ નહીં આવે તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી આપીશું: sc
કોરોના મૃતકોના પરિવારના વળતર ચૂકવવા મામલે પહેલાથી સુપ્રીમ કોર્ટ કડક વલણ આપનાવી ચૂકી છે. ગુજરાતમાં આ સહાય મુદ્દે થયેલી કામગીરીથી સુપ્રીમ કોર્ટ નારાજ ચાલી રહી છે ત્યારે આજે SCમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોરોના સહાય પ્રક્રિયા સરળ રાખવા આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ગુજરાત સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કેમ વળતર અંગે પ્રક્રિયા ધીમી ચાલી રહી છે તેવો વેધક સવાલ સરકારને કર્યો હતો. સાથે જ નારાજગી દર્શાવતા કર્યું હતું કે વ્યવસ્થિત કામ કરો નહી તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોપીશુ. સમગ્ર મામલે વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે.
કોરોના વળતરનું કામકાજ ક્યાં અટક્યું છે?
કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકોના ડેથ સર્ટિમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિને કોરોના થયાના 30 દિવસમાં મૃત્યુના કેસમાં જ સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આથી આ મૃતકોના પરિવારજનોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર આપવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી પણ છે પણ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ પરિપત્ર બહાર પાડી કલેકટરને માહિતી આપવામાં આવી નથી એટલે દરેક જિલ્લાએ ગોકળગતિએ તમામ કામ ચાલી રહ્યું છે.
જો અમદાવાદની વાત કરીએ તો...
અમદાવાદમાં ફોર્મ વિતરણની સહાય શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMC દ્વારા માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ સિવિક સેન્ટરો પર મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 60 સિવિક સેન્ટર છે. અને AMC એ આ તમામ સિવિક સેન્ટર પર 250 ફોર્મ મૂકયા છે. એટલે કે માત્ર સિવિક સેન્ટરો પર જ 15 હજાર ફોર્મ પ્રથમ દિવસે જ ઉપલબ્ધ કરાવાયા છે. આથી બાકી રહેલા કોરોના મૃતકના પરિવારજનો સહાયથી વંચિત અથવા તો સહાય મેળવવામાં થોડી રાહ જોવી પડે તેમ છે.