in karnataka, a girl was asked to take off her hijab before entering the school
હિજાબ વિવાદ /
'હિજાબ ઉતારો', કર્ણાટકમાં વિદ્યાર્થીની પાસે સ્કૂલગેટ પર જ હિજાબ ઉતરાવાતા થયો વિવાદ, વીડિયો વાયરલ થતાં મચી હડકમ!
Team VTV04:09 PM, 15 Feb 22
| Updated: 04:35 PM, 15 Feb 22
કર્ણાટકના માંડ્યા જીલ્લાની એક સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલની છાત્રાઓને સોમવારે સ્કૂલ પરિસરમાં પ્રવેશ પહેલા પોતાનો હિજાબ કાઢવાનું કહ્યું. જાણો આ વિષે વિગતવાર
છાત્રાને સ્કૂલમાં પ્રવેશ પહેલા હિજાબ ઉતારવાનો આદેશ
શિક્ષકોએ આ પગલું હાઈકોર્ટના આદેશ બાદ ભર્યું હોવાનું અનુમાન છે
કર્ણાટકમાં ગઈકાલથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલી
કર્ણાટકના માંડ્યા જીલ્લાની એક સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલની છાત્રાઓને સોમવારે સ્કૂલ પરિસરમાં પ્રવેશ પહેલા પોતાનો હિજાબ કાઢવાનું કહ્યું. માનવામાં આવે છે કે સ્કૂલના શિક્ષકોએ આ કદમ હાઈકોર્ટના આદેશ બાદ ઉઠાવ્યો છે.
Karnataka Hijab Row
કર્ણાટકમાં હિજાબ વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો. તાજો મામલો માંડ્યાની સ્કૂલથી આવ્યો છે. અહી સ્કૂલની બહાર હિજાબને લઈને અભિભાવકો તથા શિક્ષક વચ્ચે ઘણો ઝઘડો થયો. અસલમાં, અહી એક સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલની છાત્રાને સ્કૂલ પરિસરમાં પ્રવેશ પહેલા પોતાનો હિજાબ કાઢવા કહેવાયું.
માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલના શિક્ષકોએ આ પગલું હાઈકોર્ટના આદેશ બાદ ભર્યું છે. ગયા અઠવાડિયે હાઈકોર્ટે અંતરિમ આદેશમાં કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાન ફરી ખુલી શકે છે, પરંતુ ધર્મ સાથે જોડાયેલ પરિધાનોની અનુમતિ નહિ મળે. હિજાબ પહેરવાને લઈને શિક્ષક તથા અભિભાવકોમાં ઝઘડો થયો. હિજાબને લઈને શિક્ષકનું કહેવું છે કે છાત્રાએ સ્કૂલમાં આવતા પહેલા પોતાનો હિજાબ ઉતારવો પડશે.
#WATCH | K'taka: Argument b/w parents & a teacher outside Rotary School in Mandya as she asked students to take off hijab before entering campus
A parent says,"Requesting to allow students in classroom, hijab can be taken off after that but they're not allowing entry with hijab" pic.twitter.com/0VS57tpAw0
જયારે, આ મામલામાં એક અભિભાવકે કહ્યું કે છાત્રાને ક્લાસમાં ગયા બાદ હિજાબ ઉતારવાનું કહી શકાય છે. પરંતુ આ લોકો હિજાબ સાથે સ્કૂલમાં પ્રવેશની જ અનુમતિ આપી રહ્યા નથી. જણાવી દઈએ, હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકમાં ગઈકાલથી 10માં ઘોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલી ગઈ છે.
જ્યારે સ્કૂલમાં છાત્રાઓના હિજાબ ઉતારવા પર રાજનીતિ એકવાર ફરી ઝડપી બની છે. આ મામલા પર તામિલનાડુના કોંગ્રેસ નેતા દિનેશ ગુંડુ રાવે ટ્વીટ કર્યું કે કર્ણાટકની સ્કૂલો સામે આ બધું જોવું દુર્ભાગ્યપૂર્ણ છે. મને આશા છે કે હાઈકોર્ટ સ્થિતિને સમગ્ર પ્રકારે સમજશે તથા એક કડક નિર્ણય આપશે. આ એ અસહિષ્ણુ ભારત નથી જે આપણે ઈચ્છીએ છીએ.
જ્યારે આ મામલા પર અસદુદ્દીન ઓવેસીએ કહ્યું કે આ એક સમુદાયનું અપમાન થઇ રહ્યું છે, જ્યારે મૌલિક અધિકારોને નિલંબિત કરવામાં આવે છે ત્યારે આવું બને છે.