in delhi sub election AAP got 4 seats BJP got nothing
દિલ્હી /
અહીં પેટાચૂંટણીમાં AAPએ ભાજપનો કર્યો સફાયો, કાર્યકર્તાઓ બોલ્યાં 'હો ગયા કામ, જય શ્રી રામ'
Team VTV12:25 PM, 03 Mar 21
| Updated: 03:47 PM, 03 Mar 21
આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને પાંચમાંથી ચાર વોર્ડમાં જીત હાંસલ કરી છે, જ્યારે એક સીટ કોંગ્રેસનાં ખાતમાં ગઈ છે અને બીજેપીનું ખાતુ નથી ખુલી શક્યું.
પેટા ચૂંટણીમાં પાંચમાંથી ચાર સીટો પર આપનો વિજય
આપ કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હો ગયા કામ જય શ્રી રામ
1 સીટ કોંગ્રેસને મળી બીજેપીને એક પણ સીટ ના મળી
દિલ્હી નગર નિગમ (એમસીડી)ની પેટા ચૂટણીનુ રિઝલ્ટ આવી ગયું છે. આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચમાંથી ચાર વોર્ડમાં જીત મેળવી લીધી છે, જ્યારે એક સીટ કોંગ્રેસનાં ખાતામાં ગઈ છે. બીજેપીનું ખાતુ નથી ખુલી શક્યુ. આ જીત બાદ આપ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનો શરુ કરી દીધો છે. કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યાં છે કે, હો ગયા કામ, જય શ્રી રામ.
મોટા માર્જિનલ વોટથી આપનો વિજય
શાલીમાર બાગ વોર્ડમાંથી આપ ઉમેદવાર સુનીતા મિશ્રાએ 2705 વોટથી જીત હાંસલ કરી છે. તેમને કુલ 9764 વોટ મળ્યા. જ્યારે બીજેપીનાં ઉમેદવાર સુરભી જીજુને 7059 વોટ મળ્યા. ત્રિલોકપુરી વોર્ડનાં આપ ઉમેદવાર વિજયકુમારે 4986 વોટથી જીત મેળવી તેમને 12845 વોટ મળ્યા જ્યારે બીજેપીનાં ઉમેદવારને 7859 વોટ મળ્યા. કલ્યાણપુરીમાં આપ ઉમેદવાર ધીરેન્દ્રકુમારને 14302 વોટ મળ્યા જ્યારે બીજેપી ઉમેદવારને 7259 વોટ મળ્યા. સાથે સાથે રોહિણીથી આપનાં ઉમેદવારે જીત હાંસલ કરી છે. ચૌહાણ બાંગર વોર્ડથી કોંગ્રેસ ઉમેદવાર જુબેર એહમદે 10642 વોટથી જીત હાંસલ કરી છે. તેને 16203 વોટ મળ્યા છે.
જે વોર્ડમાં આપની જીત થઈ છે, તેમાં કલ્યાણપુરી અને ત્રિલોકપુરી અનુસુચિત જાતિ વોટર્સથી પ્રભાવિત છે. શાલીમાર બાગમાં ઝુપડપટ્ટીનાં વોટર્સ વધારે છે. જ્યારે રોહિણીની વોર્ડમાં અનધિકૃત કોલોનીનાં વોટર્સે પોતાની પસંદ આમ આદમી પાર્ટી પર દેખાડી. આપને મોટો ફટકો નોર્થ ઈસ્ટ દિલ્હીનાં ચૌહાણ બાંગર સીટ પર મળ્યો છે. મુસ્લિમ બહુલ ચૌહાણ બાંગર સીટ પર આપનાં ઉમેદવાર અને પૂર્વ વિધાયક હાજી ઇશરાક 10642 વોટોથી ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસનાં મોહમ્મદ જુબેરે હરાવ્યો છે જે પૂર્વ વિધાયક ચૌધરી મતીન એહમદનાં દીકરા છે. ગત વર્ષે આ વિસ્તારમાં રમખાણ થયા હતા અને ત્યારબાદ મુસ્લિમ વોટર આમ આદમી પાર્ટી સરકારથી નારાજ થયા હતા.
આમ આદમી પાર્ટીને 46.10 ટકા વોટ મળ્યા
એમસીડી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 46.10 ટકા વોટ મળ્યા છે જ્યારે બીજા ક્રમાંકે ભારતીય જનતા પાર્ટીને 27.29 ટકા વોટ મળ્યા છે. ત્રીજા ક્રમાંકે કોંગ્રેસને 21.84 ટકા વોટ મળ્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટને 2.50 ટકા વોટ મળ્યા. તેવી રીતે અપક્ષને 1.64 ટકા વોટ મળ્યા તો નોટા પર પણ 0.63 ટકા વોટ મળ્યા છે. આપની જીત પર ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, એમસડી પેટાચૂંટણીમાં 5માંથી 4 સીટો પર જીત મેળવ્યા પર આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને અભિનંદન. બીજેપીનાં શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે થનાર એમસીડી ચૂંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલની ઇમાનદાર અને કામ કરવાવાળી રાજનીતિને લઈ આગળ વધશે.