બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / In Bengal, the BJP did what Mamata Didi did, saying the BJP does not understand Hinduism, not for Durga.

રાજકારણ / બંગાળમાં ભાજપે કર્યું એવું કે મમતા દીદી બગડ્યા, કહ્યું ભાજપ હિન્દુ ધર્મને સમજતી જ નથી, માં દુર્ગા માટે માં નથી

ParthB

Last Updated: 01:30 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ સરકારે દરેક દુર્ગા પૂજા સમિતિને 50,000 રૂપિયાનું દાન આપવાની જાહેર કરતાBJPના નેતાઓએ ચૂંટણી પંચ પાસે માંગ કરી કે મમતા બેનર્જી સામે આચારસંહિતાનો ભંગ કાર્યવાહી કરે

  • TMC ભાજપ પર ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યો 
  • BJP એ ચુંટણી પંચને મમતા બેનર્જી વિરૂદ્વ ફરિયાદ કરી 
  • દુર્ગા પૂજા સમિતિને 50,000 રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત

ભાજપ હિન્દુત્વને સમજતી નથી અને મા દુર્ગા માટે આદર નથી

પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TMC એ દુર્ગા પૂજા સમિતિઓને રૂ .50,000 નું અનુદાન આપવાની જાહેરાત કરી છે, જેને ભાજપે ચૂંટણી સ્ટંટ ગણાવી છે અને ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી છે. જે બાદ  TMC એ  BJP પર આકરા પ્રહારો કર્યા છે. TMC એ દાવો કર્યો છે કે BJP હિન્દુત્વને સમજતી નથી અને મા દુર્ગા માટે આદર નથી.

TMC ભાજપ પર ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યો  

બુધવારે TMC એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરીને  BJP પર પ્રહાર કર્યા હતા.જેમાં TMC એ લખ્યું, 'હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના સ્વયં નિયુક્ત કસ્ટોડિયન સ્પષ્ટપણે હિન્દુત્વને સમજી શકતા નથી, હિન્દુ તહેવારોનું સન્માન કરવાનું ભૂલી જાય છે! હવે, મા દુર્ગા અને બંગાળની પરંપરાઓ માટે તેમનું ઓછું આદર ખુલ્લું છે! '

BJP એ ચુંટણી પંચને મમતા બેનર્જી વિરૂદ્વ ફરિયાદ કરી 

હકીકતમાં, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દરેક દુર્ગા પૂજા સમિતિને 50,000 રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત પર ભાજપ દ્વારા વાંધો દાખલ કરવામાં આવ્યો છે. પેટાચૂંટણી પહેલા આ જાહેરાત અંગે પાર્ટીએ સવાલ ઉભા કર્યા છે. સાથે જ મમતા બેનર્જીએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કોઈ નવી જાહેરાત નથી, તે ગયા વર્ષની જેમ જ છે.  

ફાઈલ તસવીર

ચૂંટણીની રમત શું છે?

ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે, શાસક ટીએમસીએ જાહેરાત કરી હતી કે બેનર્જી 30 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નંદીગ્રામ બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારી સામે હાર્યા બાદ તેમણે મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા માટે પેટા ચૂંટણી જીતવી પડશે. બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ પ્રતાપ બેનર્જી અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદાર સહિત ભાજપના પ્રતિનિધિમંડળે મંગળવારે રાજ્યમાં ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા અને બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી.

બીજેપીએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહી કરે તેવી માંગ કરી 

ભાજપના પ્રતિનિધિ મંડળે કહ્યું કે, અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે ભવાનીપુર પેટાચૂંટણી માટે TMC ઉમેદવાર મમતા બેનર્જી સામે કાર્યવાહી કરે. તેમને પેટાચૂંટણીમાં ભાગ લેતા રોકવા જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ