બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In Ahmedabad city, the system conducted a fogging exercise

અમદાવાદ / AMC મચ્છરોને ભગાડશે.! રોગચાળાની રાડને ઓછી કરવા તૈયાર કર્યો આવો પ્લાન, અધિકારીઓ છટકી નહીં શકે

Dinesh

Last Updated: 10:16 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં એક અથવા બીજા કારણસર મચ્છરોનો ઉપદ્રવ હવે બારમાસી બન્યો છે, તેમાં પણ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો લોકોમાં રાડ પડાવી જાય છે.

  • અમદાવાદ શહેરમાં તંત્રએ ફોગિંગ માટે કવાયત હાથ ધરી
  • શહેરમાં ફોગિંગ કરવા પાછળ આશરે રૂ. 6.33 કરોડ ખર્ચાશે
  • જંતુનાશક દવાના છંટકાવ માટેનાં ટેન્ડર બહાર પાડ્યાં છે

દૈનિક ધોરણે કરવાની રહેતી કામગીરીની ઓછામાં ઓછી 10 ટકા જીપીએસ બેઝ મોબાઇલ એપ્લિકેશનમાં ફરજિયાત એન્ટ્રી કરવાની રહેશે. એટલે કે 100 ઘરમાં ફોગિંગ કર્યું હશે તો ઓછામાં ઓછાં 10 ઘરની વિગત મોબાઇલ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે. આ મોબાઇલ એપ્લિકેશન તંત્ર દ્વારા પૂરી પડાશે અને તંત્રના મેલેરિયા સબ ઇન્સ્પેક્ટર દ્વારા આ કામગીરી ફરજિયાતપણે કરાવવાની રહેશે.

શહેરમાં ફોગિંગ કરવા પાછળ આશરે રૂ. 6.33 કરોડ ખર્ચાશે
અમદાવાદ શહેરમાં એક અથવા બીજા કારણસર મચ્છરોનો ઉપદ્રવ હવે બારમાસી બન્યો છે. તેમાં પણ ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો લોકોમાં રાડ પડાવી જાય છે. તંત્ર દ્વારા મચ્છરો સામે લડત આપવા માટે ખાસ મેલેરિયા વિભાગ કાર્યરત કરાયો છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો તેમજ ઘરે ઘરે જઈને મચ્છરોના પોરાનો નાશ કરવો અને ફોગિંગ કરવું-જેવા ઉપાયોથી તંત્ર મચ્છર સામે લડત આપતું રહ્યું છે. તાજેતરમાં સત્તાવાળાઓએ રૂ. 84.40 લાખના ખર્ચે શહેરના છ લાખથી વધુ રહેણાક અને બિનરહેણાક ઓરડામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે અને હવે તંત્રએ ફોગિંગ માટે કવાયત હાથ ધરી છે. શહેરમાં ફોગિંગ કરવા પાછળ આશરે રૂ. 6.33 કરોડ ખર્ચાશે. 

હેલ્થ વિભાગ દ્વારા હિલચાલ આરંભાઈ
અગાઉ મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મૂકવા તંત્રએ ઘર અને ઓફિસમાં જઈ જે તે ઓરડામાં જંતુનાશક દવાના છંટકાવ માટેનાં ટેન્ડર બહાર પાડ્યાં છે, જે મુજબ પશ્ચિમ ઝોનમાં 31,317 મકાનના 78,018 ઓરડા અને બિનરહેણાકના 244 યુનિટના 8947 ઓરડા મળીને કુલ 86,965 ઓરડામાં દવાનો છંટકાવ કરવો તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રહેણાક અને બિનરહેણાકના કુલ 1,25,270 ઓરડા દવાના છંટકાવ માટે શોધી કઢાયા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનમાં 19,164 રહેણાકના 57,492 ઓરડા અને બિનરહેણાકના 91 યુનિટના 1062 ઓરડા મળીને કુલ 58,554 ઓરડા નક્કી કરાયા છે. સમગ્ર શહેરમાં 2,34,554 રહેણાકના કુલ 6,05,132 ઓરડા અને 1334 બિનરહેણાકના 44,174 ઓરડા મળીને કુલ 6,49,306 ઓરડામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની દિશામાં હેલ્થ વિભાગ દ્વારા હિલચાલ આરંભાઈ છે.

હવે મચ્છર નિયંત્રણની કામગીરી હેઠળ હેન્ડ ઓપરેટેડ થર્મલ ઈન્ડોર ફોગિંગ કરવા માટેનાં ટેન્ડર બહાર પડાયાં છે. જે અંતર્ગત રહેણાક મકાનોમાં તંત્ર ઇનડોર ફોગિંગની કામગીરી હાથ ધરશે. આ માટે પશ્ચિમ ઝોનમાં અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ. 96.25 લાખની રકમ ફાળવાઈ છે, જ્યારે ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં રૂ. 77-77 લાખની ફાળવણી કરાઈ છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રૂ. 65.45 લાખ અને મધ્ય ઝોનમાં રૂ. 50 લાખ ઇનડોર થર્મલ ફોગિંગ પાછળ ખર્ચાશે.

140 પોર્ટેબલ ફોગિંગ મશીન
આ માટે જે તે કોન્ટ્રાક્ટર પાસે પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 25 પોર્ટેબલ ફોગિંગ મશીન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં 20 પોર્ટેબલ ફોગિંગ મશીન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 17 ફોગિંગ મશીન અને મધ્ય ઝોનમાં 13 પોર્ટેબલ ફોગિંગ મશીન મળીને કુલ 140 પોર્ટેબલ ફોગિંગ મશીન હોવા જરૂરી છે. કોમર્શિયલ બિડમાં જે તે કોન્ટ્રાક્ટરે પ્રતિ મકાનદીઠ ભાવ ભરવાનો રહેશે. આ માટેની ટેન્ડર ફી તમામ ઝોન માટે રૂ. 2400 અને અર્નેસ્ટ મની ડિપોઝિટ મહતમ રૂ. 2.90 લાખથી ઓછામાં ઓછા રૂ. 1.50 લાખ નક્કી કરાઈ છે.

ટેન્ડર ભરવાની છેલ્લી તા. 6 એપ્રિલ, 2023 છે
શહેરના તમામ સાત ઝોનના જુદા જુદા વોર્ડમાં ઇનડોર થર્મલ કામગીરી હેઠળ ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તા. 6 એપ્રિલ, 2023 છે. જ્યારે ઓફલાઇન ઈએમડી, ટેન્ડર ફી અને અન્ય દસ્તાવેજો જમા કરાવવાની છેલ્લી તા. 10 એપ્રિલ છે. જે તે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલા વિસ્તારમાં દૈનિક ધોરણે પ્રતિ મશીનદીઠ વધુમાં વધુ 250 મકાનમાં ફોગિંગ કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત ઓછામાં ઓછા 20 હેન્ડ ઓપરેટેડ થર્મલ ફોગિંગ મશીન આઇએસઆઇ સર્ટિફિકેટ સાથે પોતાની સંસ્થાના હોવા ફરજિયાત છે. દર ચાર અથવા પાંચ મશીનદીઠ એક સુપરવાઇઝર રાખવાનો રહેશે. હાલમાં એલપીજી એન્જિન ઓપરેટેડ મશીન બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. આ કામગીરી માટે 18 વર્ષથી ઉપરના કામદારો રાખવાના રહેશે તેમજ ફોગિંગની કામગીરી દરમિયાન જે કામદારને આડઅસર થશે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં મોકલવાની જવાબદારી જે તો કોન્ટ્રાક્ટરની રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

AMC Ahmedabad news fogging દવાના છંટકાવ ફોગિંગ મોબાઇલ એપ્લિકેશન Ahmedabad fogging exercise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ