પાકિસ્તાનના PM ઈમરાન ખાને PM મોદીને પાઠવી શુભેચ્છા પાઠવી છે. ઇમરાન ખાને ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'હું ભાજપ અને સહયોગિયોને ચૂંટણી જીત પર પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એમની સાથે કામ કરવા ઇચ્છું છું. '
ઇસ્લામાબાદ: ભાજપની સરકાર બનવા જઈ રહી છે ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ પીએમ મોદીને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તો પીએમ મોદીએ પણ ઈમરાન ખાનને ટ્વીટ કરીને આભાર માન્યો અને વળતો જવાબ આપ્યો.
પીએમ મોદીએ ઇમરાન ખાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ઈમરાન ખાન તમારો ખૂબ આભાર. હું તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ જ આભાર માનું છું. મેં હંમેશા દેશમાં શાંતિ અને વિકાસને પ્રાથમિકતા આપી છે.
નોંધનીય છે કે ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતુ કે, પીએમ મોદી તમને જીત બદલ શુભેચ્છા. હું ભાજપ અને સહયોગી પાર્ટીઓની ચૂંટણીમાં જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને શુભેચ્છા પાઠવું છું. હું પીએમ મોદી સાથે મળીને દક્ષિણ એશિયામાં શાંતિ અને ઉન્નતિના કામ માટે આશા રાખું છું. ત્યારે પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને ઈમરાન ખાનને વળતો જવાબ આપ્યો છે.
I congratulate Prime Minister Modi on the electoral victory of BJP and allies. Look forward to working with him for peace, progress and prosperity in South Asia
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલા ઇઝરાયલ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોના પ્રધાનમંત્રીઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે અને એમની સાથે નજીકના સહયોગી બનીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.