બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / improve heart health naturally daily follow these 5 steps

સ્વાસ્થ્ય / હાર્ટ હેલ્થ બગડી રહી હોય તો આજથી જ શરુ કરી દેજો આ કામ

Arohi

Last Updated: 02:58 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Improve Heart Health Naturally: હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધવાના કારણે હાર્ટની હેલ્થ પર ખરાબ અસર પડવાનો ડર રહે છે. એવામાં આજથી જ આ 5 નાના કામોને ડેલી રૂટીનમાં શામેલ કરી લો. હાર્ટ હેલ્થમાં સુધાર આવવા લાગશે.

હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેના કારણે હાર્ટના ફંક્શનમાં મુશ્કેલી આવે છે અને હાર્ટ કમજોર થવાનું શરૂ થઈ જાય છે. પરંતુ સ્વાસ્થ્ય સાથે જરા પણ બેદરકારી ન રાખવી જોઈએ. સમય રહેતા નાના સ્ટેપને ફોલો કરવાનું શરૂ કરી દો. આ તમારા હાર્ટને તંદુરસ્ત રાખવાની સાથે જ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ નોર્મલ કરવામાં મદદ કરશે. 

વોક ખૂબ જ જરૂરી
જો તમે સિન્ડેટરી લાઈફસ્ટાઈલ જીવો છો અથવા તો આખો દિવસ બેસીને કામ કરો છો તો એક્સરસાઈઝ તમારા માટે ખૂબ જ જરૂરી છે. એક્સરસાઈઝ નથી કરી રહ્યા તો કમસે કમ 10-15 મિનિટના વોકથી શરૂઆત કરો. શરૂઆતની દસ મિનિટની વોક પણ સ્વાસ્થ્ય માટે પોઝિટિવ અસર કરી શકે છે. પછી ધીરે ધીરે ટાઈમ લિમિટ વધારો. 

ફળ અને શાકભાજીને ડાયેટમાં કરો શામેલ 
શાકભાજી તો લગભગ દરેકની ડાયેટમાં હોય છે. પરંતુ ફળ અને થોડા વધારે પ્રમાણમાં શાકભાજી ખાઓ. બ્રોકલી, પાલક જેવા શાકભાજીને ફક્ત સલાડની રીતે ખાઓ. સાથે જ ફળોના પ્રમાણને પણ વધારો. 

અનહેલ્ધી ડ્રિંક વઝારી રહી છે કેલેરીનું પ્રમાણ 
સોડા, કોલ્ડડ્રિંક, ચા, કોફી જેવી ડ્રિંક તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધારી રહી છે. માટે આ વસ્તુઓને પીવી જરૂરી છે. 

બ્રેકફાસ્ટ પર આપો ધ્યાન 
સવારે સૌથી પહેલા શું ખાવું એ વાતનું જરૂરથી ધ્યાન આપો. હેલ્ધી રહેવા માંગો છો તો સવારની શરૂઆત ફળોની સાથે કરો. સાથે જ આખા અનાજ ઓટ્સ, દલિયા જેવી વસ્તુઓને બ્રેકફાસ્ટમાં ખાઓ. 

વધુ વાંચો: કોબી કરશે કોલેસ્ટ્રોલનો ખાતમો, ભોજનમાં આ શાક ખાવાથી મટશે મોટી બીમારી

હેલ્ધી સ્નેક્સ 
સાંજે અનહેલ્ધી ચિપ્સ અને કુકીઝ ખાવની જગ્યા પર બદામ, અખરોટ, મગફળી જેવા નટ્સ ખાઓ. તમે ઈચ્છો તો તેને સલાડમાં શામેલ કરી શકો છો. આ હાર્ટ માટે ખૂબ જ સારૂ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ