બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Impact of Western Disturbances on Gujarat's climate, forecast for next 2 days of non-seasonal rains

આગાહી / ગુજરાતના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

ParthB

Last Updated: 08:09 AM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં શિયાળાની શરૂઆતથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર બે દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.

  • ગુજરાતમાં આજે પણ વરસી શકે છે કમોસમી વરસાદ
  • આવતીકાલથી વધી શકે છે ઠંડીનું પ્રમાણ
  • દરિયાકાંઠે પવનની ગતિ ઝડપી રહેવાનું અનુમાન

ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા યથાવત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 21ના રોજ એટલે કે, આજે અમદાવાદ,  દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે 22મી તારીખે, શનિવારે  અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે આજે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને તા. 21, 22 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

આવતીકાલથી ફરી રાજ્યમાં ઠંડીની તિવ્રતા વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસો દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે. પરંતુ, 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે. તેમાંય અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે જવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિના દરમિયાન વાતાવરણમાં સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે. જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શુક્રવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતુ.શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય તેમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનૂમા વાતાવરણનો નજારો અમૂક લોકોએ મનભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઈટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Weather gujarat rains weather Forecast western disturbances ગુજરાતી ન્યૂઝ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાન આગાહી Weather Forecast
ParthB
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ