બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you want to go to Ambaji with a vehicle be careful

મહત્વના સમાચાર / વાહન લઈને અંબાજી જવાના હોવ તો સાવધાન રહેજો, ટ્રાફિક સમસ્યા વકરતા તંત્રએ લીધો મોટો નિર્ણય

Malay

Last Updated: 03:57 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji News: અંબાજીમાં ગમે ત્યાં વાહન પાર્કિંગ કરતા સાચવજો, યાત્રાધામ અંબાજીમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરે ટોઈંગ ક્રેનની કરી ફાળવણી.

 

  • અંબાજી જતાં દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • અંબાજીમાં ટ્રાફિક સમસ્યાની સમસ્યા ઘટાડવા લેવાયો નિર્ણય
  • જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની કરાઈ ફાળવણી

કોઈપણ શહેર કે સિટીમાં ટ્રાફિક નિયમ કે ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે. સિટી કે શહેર કે હાઇવે પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી કરતી હોય છે. ટ્રાફિક પોલીસ પાર્કિંગ કે વન-વે જેવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહનચાલકોને મેમો ફટકારતી હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં વાહનને ડિટેઈન પણ કરવામાં આવતા હોય છે. ત્યારે અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા તો રસ્તા પર પાર્ક કરશે તો તેમના વાહનને આ ટોઈંગ ક્રેન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. 

દેશના 51 શક્તિપીઠોમાંથી એક પૌરાણિક મંદિર છે અંબાજી | know the facts of  ambaji temple and history

અંબાજીમાં ઊભી થાય છે ટ્રાફિકની સમસ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાજીના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ વાહનોને લઈ માં અંબાના ધામે પહોંચતા હોય છે. અમુક યાત્રાળુઓ પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી જતાં રહેતા હોય છે, ત્યારે ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અમુક યાત્રાળુ ગાડીને પાર્ક કરી જતા રહેતા હોય છે, જેને લઈને બીજા વાહનો અને સાર્વજનિક વાહનોને  આવવા-જવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે.

ફાઈલ ફોટો

'નો પાર્કિંગ ઝોન'માં વાહન પાર્ક કરનારાઓની હવે ખેર નહીં
ત્યારે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ટોઇંગ ક્રેનની વ્યવસ્થા યાત્રાધામ અંબાજીમાં કરવામાં આવી છે. જેના થકી 'નો પાર્કિંગ ઝોન'માં પાર્ક કરેલી ગાડીને ટોઇંગ ક્રેનથી ડિટેઇન કરી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવશે અને વાહન ચાલકોને તે વાહનનો મેમો પણ આપવામાં આવશે. જેથી 'નો પાર્કિંગ ઝોન' અને ગમે ત્યાં પાર્કિંગ કરતા વાહન ચાલકોએ હવે ટ્રાફિક નિયમનું પાલન કરવું જરૂરી બની જશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નિરાકરણ આવશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji News NO PARKING અંબાજી ન્યૂઝ અંબાજીમાં ટ્રાફિક ગુજરાતી ન્યૂઝ મોટો નિર્ણય સાવધાન રહેજો Ambaji News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ