ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Shopping / If you are fond of shopping along the way, you would not pay to go to these places

શૉપિંગ / ફરવાની સાથે શોપિંગનો પણ શોખ હોય તો આ જગ્યાઓએ જવાનુ ન ચુકતા

Published By: Krupa

Last Updated: 04:29 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને ફરવાની સાથે સાથે શોપિંગનો પણ શોખ હોય તો તમારે એવી જગ્યાઓએ અચુક જવુ જોઇએ જે શોપિંગ માટે ફેમસ હોય. તમે ભલે ફેમિલિની સાથે ક્યાંક ફરવા જતા હોય કે પછી એકલા અથવા તો તમારા પાર્ટનર સાથે. તમે ત્યાંથી કંઇક ને કંઇક ખરીદીને જરુર લાવતા હશો.

ADVERTISEMENT

જો તમે શોપિંગન શોખીન હો તો વાત જ ન પુછો. દરેક ફેમસ ટુરિસ્ટ પ્લેસ પર ત્યાંની કેટલીક લોકપ્રિય ચીજવસ્તુઓ મળતી હોય છે. એવી જગ્યાઓ તમે પણ પસંદ કરી શકો છો જે માત્ર શોપિંગ માટે ફેમસ હોય. ફરવાની સાથે શોપિંગ પણ કરવા મળી જાય એવી દેશની ઘણી જગ્યાઓ છે. આ શહેરોમાં તમારું ફરવાનુ પણ થઇ જશે અને તમને
શોપિંગની પણ લખલુટ મજા મળશે. તો આવી જગ્યાએ જાવ અને મન ભરાય એટલી શોપિંગ કરો

સરોજીની નગર, દિલ્હી
આમ તો લોકો દિલ્હીમાં લાલ કિલ્લો અને ઇંડિયા ગેટ જોવા આવે છે, પરંતુ તમે શોપિંગ માટે ક્રેઝી હોવ તો તમારા માટે અહીં એક એક્સાઇટિંગ જગ્યા છે. તમારે ફરવાની જગ્યાઓ ઉપરાંત એક દિવસનો સમય કાઢીને અહીંના સરોજિની નગરનું માર્કેટ પણ જોવું જોઇએ. અહીં ખુબ જ ઓછી કિંમતે સારા કપડા, ફુટવેર, ઘરનો સામાન અને ગિફ્ટ પણ મળી જાય છે. જો તમને ભાવતાલ કરતા આવડતુ હોય તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ સમાન બની જશે.

અમીનાબાદ, લખનઉ
લખનઉ તેના સ્વાદિષ્ટ કબાબ અને સુંદર ચિકનકારી માટે ફેમસ છે. ખાવાનુ પીવાનુ ખતમ થાય તો એકવાર અમીનાબાદ જરુર પહોંચી જાવ. માત્ર ચિકન નહીં, બીજુ પણ ઘણુ બધુ સુંદર અને સ્પેશિયલ તમારી સુટકેસમાં પહોંચી જશે.

બાપુ બજાર, જયપુર
ભલે કપડા હોય કે ફુટવેર કે પછી બેગ્સ હોય, જયપુરી પ્રિંટની વાત કંઇક અલગ જ છે. અહીંની જ્વેલરી ખુબ જ આકર્ષક છે. જયપુરમાં હવા મહેલ અને આમેર જોયા બાદ આ બજાર તમારે જરુરથી ફરવુ જોઇએ.

સ્પાઇસ માર્કેટ. કોચી
કેરળ આમ તો તેના મસાલા અને તેજાના માટે ખુબ ફેમસ છે. અહીં મસાલાના ઘણા બજાર છે. અહીં અલગ અલગ પ્રકારના મસાલા બને અને વેચાય છે. અહીં તમને કેટલાક એવા મસાલા પણ મળશે જે તમે પહેલા ક્યારેય ચાખ્યા નહીં હોય. લોકો અહીંથી મસાલા અચુક લઇ જાય છે. અહીંના મસાલાની ડિમાન્ડ વિદેશમાં પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shopping delhi lifestyle જયપુર લાઇફસ્ટાઇલ શૉપિંગ Lifestyle

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ