'If there are leopards, crops are safe': See what forest officer says amid leopard flapping in Vadodara village for 6 months
ભયનો માહોલ /
'દીપડો હોય તો પાક સલામત રહે છે': વડોદરાના ગામમાં 6 મહિનાથી દીપડાના ફફડાટ વચ્ચે ફોરેસ્ટ ઑફિસરે જુઓ શું કહ્યું
Team VTV05:24 PM, 18 Mar 23
| Updated: 08:42 PM, 18 Mar 23
વડોદરાના ભીમપુરા ગામમાં દીપડાએ દેખા દીધી છે. ત્યારે દીપડો 6 મહિનાથી ગામની આસપાસ ફરે છે. ત્યારે આ બાબતે ફોરેસ્ટ અધિકારીએ નિવેદન આપ્યું છે કે દીપડો હોવાથી પાક સલામત રહે છે.
ભીમપુરા ગામમાં દીપડાએ દેખા દીધા
દીપડો 6 મહિનાથી ફરે છે ગામની આસપાસ
દીપડો દેખાવવા મુદ્દે RFOએ આપ્યું નિવેદન
દીપડો હોવાથી પાક સલામત રહે છે : કરણસિંહ રાજપુત
માનવીય વસાહતમાં દેખાશે તો કાર્યવાહી કરીશું: કરણસિંહ રાજપુત
વડોદરાના સિંધરોટના શેરખી ભીમપુરા ગામમાં દીપડાએ દેખા દીધા. દીપડો છેલ્લા 6 મહિનાથી ગામની આસપાસ ફરે છે. ગામના લોકોની વાત માનવા કોઈ તૈયાર ન હતું. ગામના લોકોએ જાતે કોતરોમાં CCTV લગાવ્યા. ગત રાત્રે CCTVમાં દીપડો કેમેરામાં કેદ થયો. વન વિભાગ દીપડાને પાંજરે પુરે તેવી ગ્રામજનોની માંગ.
દીપડાનાં કારણે ખેડૂતોનાં પાકને નુકશાન નથી થતું
દીપડો દેખાવવા મુદ્દે RFO કરણસિંહ રાજપુતે નિવેદન આપ્યું કે દીપડો હોવાથી પાક સલામત રહે છે.. દીપડો પાકને નુકસાન કરતી નીલગાય અને ભૂંડનું મારણ કરે છે. દીપડો કોઈ માનવીય નુકસાન પહોંચાડતો નથી. જો માનવીય વસાહતમાં દેખાશે તો કાર્યવાહી કરીશું. ત્યારે સીસીટીવી વોટ્સએપ પર વાયરલ થયા છે. ત્યારે હાલ દીપડાથી રહેણાંક વિસ્તારમાં કોઈ જાનહાનિ છે નહી. ત્યારે હાલમાં નીલગાયનાં લીધે ખેડૂતોને ભારે નુકશાન થવા પામે છે. પરંતું જો દીપડો હશે તો ખેડૂતના પાકને નુકશાન નહી થાય. ત્યારે જો રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાશે તો વન વિભાગ દ્વારા પાંજરા મુકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાશે.