વડોદરાનાં મકરપુરામાં પશુપાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં રાહદારીએ પશુપાલકને વાહન ધીમે હંકારવાનું કહેતા પશુપાલકે બાઈક ચાલકને લાકડી વડે માર માર્યો હતો.
વડોદરામાં મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરી આવી સામે
પશુપાલકે બાઈક ચાલક યુવકને લાકડી વડે માર માર્યો
સમીર પઠાણને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો
વડોદરામાં મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરી સામે આવી છે. ત્યારે પશુ પાલકને વાહન ધીમું ચલાવવા ટકોર કરતા તકરાર થવા પામી હતી. જેમાં પશુ પાલકે બાઈક ચાલક યુવકને લાકડી વડે માર માર્યો હતો. ત્યારે યુવકને ગંભીર રીતે માર મારતા યુવક ઘાયલ થયો હતો. સમીર પઠાણ નામનો યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પશુપાલક દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા સમીર પઠાણે પશુપાલક સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બાઈક ચાલકને પશુપાલક સાથે થઈ બોલાચાલી
બે દિવસ પહેલા વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નિપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શનમાં આવ્યું છે. બે દિવસ પહેલા વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ગતરોજ વડોદરામાં ઢોર પકડી રહેલી ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. જેની ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 3, 2023
ઢોર પાર્ટી પર હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા
બે દિવસ પહેલા વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થયો હતો.શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકોએ લાકડી અને પાઈપથી ઢોર પાર્ટી પર હુમલો કર્યો હતો અને બાદમાં પકડાયેલી કેટલીક ગાયોને છોડીને લઈ ગયા હતા.
આ પશુપાલકે શખ્સ પર લાકડીથી હુમલો કર્યો
ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવો: HC
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં એક અરજી પણ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો હતો. આ સાથે જ ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338 અને 188 હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા હતા.