બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / icc birthday tweet on rohit sharma went viral users brutally trolled ipl 2022

થયો હોબાળો / ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતને લઈને ICC એ કરી દીધી મોટી ભૂલ કે ફેન્સ બોલ્યા, ભાઈ કયો નશો કરો છો?

Premal

Last Updated: 11:35 AM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા કાલે એટલેકે 30 એપ્રિલે પોતાનો 35મો જન્મ દિવસ મનાવવાના છે. રોહિતને આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે અને તેથી વિશ્વભરના ક્રિકેટ ચાહકો તેના જન્મ દિવસની રાહ જોઇ રહ્યાં છે.

  • મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો છે આવતીકાલે જન્મ દિવસ
  • ICCએ કર્યુ ખોટુ ટ્વિટ, જન્મ દિવસની શુભેચ્છા આપતુ કર્યુ ટ્વિટ
  • ક્રિકેટ પ્રેમીઓએ ટ્વિટર પર હોબાળો મચાવવાનો શરૂ કર્યો

ICCએ રોહિતને લઇને કર્યુ ખોટુ ટ્વિટ

આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું એક ટ્વિટ રોહિતને લઇને ખૂબ વાયરલ થઇ રહ્યું છે. રોહિત 30 એપ્રિલે પોતાનો જન્મ દિવસ દર વર્ષે મનાવે છે. પરંતુ આઈસીસીએ આજે એટલેકે 29 એપ્રિલે રોહિતને જન્મ દિવસની શુભેચ્છા આપતુ એક ટ્વિટ કર્યુ છે. આઈસીસીએ રોહિતને શુભેચ્છા આપતા તેના ટ્વિટમાં લખ્યું, ભારતીય ટીમના કેપ્ટનને જન્મ દિવસની શુભેચ્છાઓ. આ ટ્વિટની સાથે આઈસીસીએ રોહિતના એવા સદીનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે તેમણે પાકિસ્તાનની સામે વર્લ્ડ કપ 2019માં બનાવ્યો હતો. 

ક્રિકેટ પ્રેમીઓએ મચાવ્યો હોબાળો

આઈસીસીના આ ટ્વિટને પોસ્ટ કર્યાના થોડી વાર પછી ક્રિકેટના ચાહકોએ ટ્વિટર પર હોબાળો મચાવવાનો શરૂ કર્યો. કેટલાંક ક્રિકેટ ચાહકો આ ટ્વિટ માટે આઈસીસીની ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે. ત્યાં સુધી કે એક યુઝરે આઈસીસીને ટ્રોલ કરીને પૂછ્યુ કે ભાઈ તમે કયો નશો કરી રહ્યાં છો. આ સિવાય અન્ય રિએક્શન આ ટ્વિટને લઇને સતત આપી રહ્યાં છે. આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમની જ્યારે પણ વાત કરવામાં આવે તો સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સનું નામ આવે છે. તો આ ટીમને બેસ્ટ બનાવનારા કેપ્ટન રોહિત શર્મા જ છે. મુંબઈને આઈપીએલની સૌથી સફળ ટીમ કહેવામાં આવે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

ICC Tweet On Rohit Sharma Mumbai Indians Rohit Sharma icc Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ