બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / how to make bread pauva at home

Recipe / ઘરે જ બનાવો બજારને ટક્કર મારે તેવાં સ્વાદિષ્ટ બ્રેડ પૌંઆ, જાણો સરળ રીત

Parth

Last Updated: 05:55 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં બનતી સૌથી સરળ, ભાવતી અને સ્વાદિષ્ટ વાનગી એટલે બટાકા પૌંઆ. ઓરિજિનલી આ વાનગી મહારાષ્ટ્રની છે, પણ આજે બટાકા પૌંઆ ભારતના મોટા ભાગનાં ઘરોમાં બને છે. ઘણા લોકો તેને બ્રેકફાસ્ટમાં બનાવે છે તો કેટલાક લોકો હલકાફૂલકા ડિનર તરીકે પણ બટાકા પૌંઆ ખાવાનો આનંદ માણે છે. બટાકા પૌંઆની જેમ જ કાંદા પૌંઆ અને સિંગ પૌંઆ જાણીતા છે. જોકે, આજે આપણે ઇઝી બ્રેડ પૌંઆ બનાવવાની રીત વિશે વાત કરવાના છીએ.

સામગ્રી ઃ તેલ, રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો, સિંગદાણા, તલ, બટાકા, પૌંઆ, બ્રેડના ટુકડા, વટાણા, લાલ મરચું, હળદર, લીલાં મરચાં, મરીનો ભૂકો, મીઠું, કોથમીર, લીંબુનો રસ, ખાંડ, કોપરાંનું છીણ

રીત ઃ એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનાં પાન, સિંગદાણા અને તલ નાંખી વઘાર કરો. વઘાર તતડી જાય એટલે તેમાં આખું લાલ મરચું અને બાફેલા લીલા વટાણા નાંખ. વટાણાને થોડીવાર સુધી સાંતળો. હવે તેમાં બ્રેડના નાના ટુકડા ઉમેરો. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરો. આ બધાને બરાબર સાંતળો. હવે તેમાં થોડીવાર સુધી પલાળેલા પૌંઆ ઉમેરો. પૌંઆ ઉમેર્યા બાદ તેમાં બારીક સમારેલું લીલું મરચું, મરીનો ભૂકો ઉમેરો. બધી જ વસ્તુને બરાબર હલાવો અને મસાલો એકસમાન રીતે ભળી જાય તે જુઓ. બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઉપરથી લીંબુનો રસ, થોડી ખાંડ, કોપરાનું છીણ અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. હવે ગેસ બંધ કરી પૌંઆને બરાબર હલાવી સર્વ કરો. તો તૈયાર છે ઇઝી, ફાસ્ટ અને ટેસ્ટી એવા બ્રેડ પૌંઆ. જો તમારે તેમાં તીખી સેવ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. બાળકોને ભાવે એ માટે ચીઝ છીણીને નાંખવું હોય તો નાંખી શકો છો. ડુંગળી સમારીને ઉપરથી ભભરાવી શકો છો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Food news Recipe cooking recipes બટાકાં પૌંઆ બ્રેડ પૌંઆ recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ