બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / how to keep phone secure from virus and hacking smartphone safety tips

તમારા કામનું / સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં લેજો, નહીં તો હેક થઈ શકે છે તમારો ફોન

Arohi

Last Updated: 06:57 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોને આપણું કામ જેટલું સરળ બનાવ્યું છે તેટલી જ મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. આજે અમે તમને સાયબર ક્રાઈમ અને હેકિંગ જેવી સમસ્યાઓથી બચવા માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

  • સ્માર્ટફોનમાં આવતી આ મુશ્કેલીઓથી બચો 
  • મોબાઈલ હેક થવાથી અને વાયરસથી બચી જશો 
  • જાણો તેના માટે અમુક ટિપ્સ 

આજના સમયમાં આપણી પાસે સ્માર્ટફોન છે અને આપણું લગભગ દરેક કામ આપણા સ્માર્ટફોનમાં કોઈને કોઈ એપ દ્વારા થાય છે. આ રીતે આપણા કામ સરળ બન્યા છે પરંતુ સાથે જ લોકો માટે જોખમ પણ વધી ગયું છે. ફોન દ્વારા વાયરલનું ઘુસવું અને સાયબર ક્રાઈમ આજે ​​સામાન્ય બાબત છે. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ફોનને વાયરસથી સુરક્ષિત રાખી શકો છો.

ફોનમાં લગાવો પાસવર્ડ 
આ એક નાનકડી બાબત લાગે છે પરંતુ તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ હંમેશા સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો. તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે તમારું પહેલું સ્ટેપ તેના પર પાસવર્ડ લગાવવાનું રહેશે. તમે હંમેશા તમારો ફોન તમારી સાથે રાખો છો અને આવી સ્થિતિમાં એ સામાન્ય છે કે કોઈ તમારા ફોનમાં ઘૂસીને તેમાંથી કોન્ટેક્ટ્સ અથવા ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. તેનાથી બચવા માટે ફોનમાં પાસવર્ડ રાખો.

તમારા સ્માર્ટફોનને સમય સમય પર અપડેટ કરો
તમારો ફોન જે પણ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તે OS સમયાંતરે નવું વર્ઝન બહાર પાડતું રહે છે જેથી કરીને તમે તમારા સ્માર્ટફોનને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખી શકો. ફોનને અપડેટ કરવાથી તમારા ફોન પર વાયરસના હુમલાની શક્યતા ઓછી થઈ જાય છે. ઓપરેટિંગ સિસ્ટમ્સ તેમના અપડેટ્સમાં અન્ય સિક્યોરિટી પેચનો પણ સમાવેશ કરે છે અને તેથી ફોનને સમયસર અપડેટ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એન્ટી વાઈરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો
સાયબર ક્રાઈમના વધતા જતા આ સમયમાં ફોનમાં એન્ટી વાઈરસ સોફ્ટવેર હોવું ખૂબ જ જરૂરી છે. તમને નોર્ટન મોબાઈલ સિક્યુરિટી જેવા કે એન્ટી વાઈરસ સોફ્ટવેર માટે ઘણા વિકલ્પો મળશે જે લોકપ્રિય છે અને સારી રીતે કામ કરે છે. તમારે તમારા ફોનમાં એન્ટી વાઈરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવું જોઈએ જેથી વાયરસ સમયસર શોધી શકાય અને તમે સેફ રહી શકો.

એપ ડાઉનલોડ કરતી વખતે આ વાતોનું રાખો  ધ્યાન
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારા ફોન પરની એપ્સને ફક્ત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો અને જો તમે iOS યુઝર છો તો એપ સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરો. કોઈપણ સાઇટ પરથી એપ ડાઉનલોડ કરવાથી વાયરસ તમારા ફોન પર સરળતાથી હુમલો કરી શકશે. તમારે થર્ડ પાર્ટી સોર્સથી એપ્લિકેશન્સને ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.

સ્માર્ટફોનમાં પાસવર્ડ સેવ ન કરો
ઘણા લોકો એવા હશે કે જેઓ અલગ-અલગ એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનું સરળ બનાવવા માટે ફોનમાં પોતાની એપ્સના પાસવર્ડ સેવ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ પાસવર્ડ્સને સ્માર્ટફોનમાં સેવ ન કરવા જોઈએ કારણ કે જો તમારો ફોન ભૂલથી હેક થઈ જાય અથવા ચોરાઈ જાય તો હેકર્સને ઘણા એકાઉન્ટ્સ અને પ્લેટફોર્મનો ડેટા સરળતાથી મળી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ