બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / રાજકોટ / How is the impact of the hurricane, how are the preparations of the system
Kiran
Last Updated: 09:08 AM, 17 May 2021
ADVERTISEMENT
તૌકતે વાવાઝોડાંને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે, મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે સ્થળાંતરથી લઈ ઈમરજન્સી સેવાઓ માટે તંત્ર દ્વારા એમ્બ્યૂલન્સને પણ સ્ટેન્ડ બાય રાખી દેવાઈ છે, પાવન બેક અપ, ફુડ પેકેટ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા 1383 પાવર બેક, 161 ICU એમ્બ્યૂલન્સને સ્ટેન્ડ બાય રખાઈ છે, જ્યારે 576 જેટલી 108 એમ્બ્યૂલન્સોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ઓક્સિજનની અછત ન વર્તાઈ તે માટે ઓક્સિજન સપ્લાય માટે 34 ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે તેમજ 456 ડિ-વોટરીંગ પંપ તૈયાર કરાયા છે.
જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું
મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તંત્ર દ્વારા અત્યાર સુધી 1 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે,વાવાઝોડાંને પહોંચી વળવા NDRF અને SDRF ટીમો તૈયાર કરવામાં આવી છે, NDRFની 44 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે, તો ફોરેસ્ટની 240, માર્ગ મકાન વિભાગની 242 ટીમ તૈનાત કરવામાં આવી છે, વીજ પુરવઠો ના ખોરવાય તે માટે 661 ટીમ ખડેપગે રહેનાર છે, આરોગ્યની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની 388 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તરફ મહેસુલ વિભાગના 319 ટીમ અને અધિકારીઓને ત્વરિત પગલાં ભરવા માટે ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં પણ ધીમે ધીમે તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાંની અસરના ભાગ રૂપે કેટલાક જિલ્લાના વાવાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે ગઈ કાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, રાજ્યના 21 જિલ્લાના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, 6 તાલુકામાં તો એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, સંભવિત વાવાઝોડાંને અસરના ભાગ રૂપે આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશ એવુ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.