બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / honda overpays employee bonuses now seeks full refund know

ભારે કરી! / ખાતામાં બોનસ આવતા ખુશ હતા કર્મચારીઓ, કંપનીએ કહ્યું- પાછા આપો નહીંતર...સેલેરી કપાઈ જશે

Last Updated: 11:52 AM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોન્ડા તરફથી કર્મચારીઓને સુચના આપતા કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ ઓવરપેડ બોનસ જલ્દી પાછુ આપવુ પડશે. જો કર્મચારીઓ આ મેમોની અવગણના કરે છે તો પછી આ સ્થિતિમાં તેઓને મળતા માસિક પગારમાંથી મોટાભાગની રકમ ઑટોમેટીક કટ થશે.

  • તગડુ બોનસ મેળવીને ખુશ હતા કર્મચારીઓ
  • કંપનીએ કર્મચારીઓને મોકલ્યો મેેમો
  • બોનસ પાછુ આપવાની આપવામાં આવી સુચના

જાપાની ઑટોમેકર કંપનીએ કર્મચારીઓ પાસેથી બોનસ પાછું માંગ્યુ

કોઈ પણ કર્મચારીઓમાં બોનસને લઇને ખાસ્સો ઉત્સાહ રહે છે અને તે બોનસની રાહ જોતા હોય છે. પરંતુ વિચારો કે તેમને સારું બોનસ મળી જાય અને ખુશી મનાવતા પહેલા કંપની પૈસા પાછા માંગવા લાગે તો તેની શુ હાલત થશે. આમ જ કઈક થયુ છે જાપાની ઑટોમેકર કંપની હોન્ડાના કર્મચારીઓની સાથે. કંપનીએ પહેલા તેમને બોનસ આપીને ખુશ કર્યા અને હવે તેેમને પૈસા પાછા આપવાનો આદેેશ આપ્યો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો. 

ખાતામાં જમા કર્યુ વધારાનુ બોનસ 

હોન્ડાના જે કર્મચારીઓને આ મોટો ઝટકો લાગ્યો છે, અમેરિકાના ઓહિયો રાજ્યના મેરિસવિલે શહેરમાં રહેલ કંપનીની ફેકટરીમાં કામ કરે છે. કંપનીએ હાલમાં કર્મચારીઓને એક મેમો મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમને ઓવરપેડ બોનસ મોકલવામાં આવ્યું છે અને મોટાભાગની રકમને પાછી આપવી પડશે. એટલેેકે આ કર્મચારીઓને જેટલુ બોનસ મળ્યું હતુ, તેનાથી વધુ રકમ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે. 

કંપનીએ કર્મચારીઓને આપી સુચના

એક મીડિયા રિપોર્ટમાં NBC4ના હવાલા પરથી કહેવામાં આવ્યું છે કે આ મેમો મળ્યાં બાદ હોન્ડાની આ ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓ અસમંજસમાં છે. હોન્ડા તરફથી કર્મચારીઓને કડક સુચના આપતા કહેવામાં આવ્યું છે કે તેમને આ ઓવરપેડ બોનસ ટૂંક સમયમાં પાછુ આપવુ પડશે. જો કર્મચારીઓ આ મેેમોની અવગણના કરે છે અથવા પછી તેનો જવાબ આપતા નથી તો આ સ્થિતિમાં તેમને મળતા માસિક પગારમાંથી બોનસની મોટાભાગની રકમ ઑટોમેેટિક કટ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Honda Company Overpays Bonus employees વધારાનુ બોનસ Overpays Bonus
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ