બદલાતી ઋતુમાં વાળનું ખરવું એક સામાન્ય છે પરંતુ જો વાળ એટલા ખરી રહ્યા હોય કે તમારા માથામાં ચાંદો દેખાવા લાગે તો તે ચિંતાની વાત છે. સમાન્ય રીતે કોઈ પણ સ્વસ્થ્ય વ્યક્તિના 50 થી 100 વાળ દરરોજ ખરે છે પરંતુ જો તમારા વાળ 100 થી વધારે ખરે છે તો આ ટાલ પડવાના શરૂઆતી લક્ષણ છે. એવામાં ટેન્સન લેવાને બદલે આ ઘરેલું ઉપચાર કરવા જોઈએ જેનાથી તમારા વાળ ખરતા રોકાઈ જાય છે.
તેલ માલિસ
અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તેલની માલિસ કરો. નારિયળ તેલ ઓલિવ ઓઈલ અને બદામના તેલને ભેળવીને તેની માલિસ કરવી વાળ માટે ફાયદા કારક હોય છે.
નારિયળ
નારિયળને પીસીને તેનો રસ કાઢીને રોજ તેનાથી માથાના સ્કેલ્પની માલિસ કરો. તેનાથી વાળ ખરતા ઓછા થશે અને ટાલ પડવાની સમસ્યાથી બચી શકશો.
મહેંદીના પત્તા
મહેંદીના પત્તાને સરસોના તેલમાં ઉકાળી લો અને તેને ઠંડુ કરી લો. તેનાથી વાળની અને સ્કેલ્પની મસાજ કરો આમ કરવાથી પણ ઘણી રાહત મળશે.
આંબળા
આંબળામાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે જેનાથી વાળ ઝડપથી વધે છે. આંબળાની પેસ્ટ બનાવીને તેમાં લીંબુનો રસ ભેળવો અને તેને નિયમિત રૂપે વાળના સ્કેલ્પ પર લગાવીને છોડી દો.
મેથી
મેથીથી વાળોને વધારનારા હોર્મોન્સ વધે છે માટે તેનું સેવન વાળ માટે ફાયદા કરાક હોય છે. તેની પેસ્ટ રાત્રે બનાવી લો અને સવારે એક કલાક સુધી સ્કેલ્પ પર લગાવ્યા બાદ શેમ્પુ કરી લો.