બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Home Minister Amit Shah on Delhi Service Bill 2023 said AAP has no intention to do service

સંસદ / દિલ્હી સેવા વિધેયક : અમિત શાહે કર્યા કોંગ્રેસના વખાણ તો AAP પર કર્યો સૌથી મોટો હુમલો, જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:57 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં આજે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પંડિત નહેરુએ પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. જુઓ વીડિયો.

  • લોકસભામાં આજે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા થઈ
  • ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસનાં વખાણ કર્યાં
  • દિલ્હી કેજરીવાલ સરકાર પર કડવો કટાક્ષ કર્યો

દિલ્હી સર્વિસ બિલ 2023 પર આજે લોકસભામાં ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે આ ખરડા પર પોતાનો જવાબ આપતાં દરમિયાન કોંગ્રેસનાં વખાણ કર્યાં તો CM અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. શાહે કહ્યું કે આ વટહુકમ સુપ્રીમ કોર્ટનાં આદેશનો ઉલ્લેખ કરે છે જે કહે છે કે સંસદને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીથી સંબંધિત કોઈપણ મુદા પર કાયદો બનાવવાનો અધિકાર છે.

દિલ્હીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી થયો ઝઘડો
શાહે કહ્યું કે દિલ્હીમાં AAPની સરકારથી પહેલાં કોંગ્રેસ અને ભાજપની પણ સરકાર રહી છે. એવું પણ થયું છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ તો દિલ્હીની સત્તા પર ભાજપ હોય. અને કેન્દ્રમાં ભાજપ તો દિલ્હીમાં કોંગ્રેસનું શાસન હોય. તે સમયે પણ ક્યારેય દિલ્હીનાં અધિકારોને લઈને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ઝઘડો થયો નથી. શાહે કહ્યું કે,પંડિત નહેરુએ પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.

AAP પર સાધ્યો નિશાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વર્ષ 2015માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી હતી જેનો હેતુ માત્ર લડવાનો હતો, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવાની નથી પરંતુ પોતાના બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છૂપાવવા માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ પર કબજો કરવાનો છે.

આવી રાજનીતિ ન કરો : શાહ
શાહે આગળ કહ્યું કે મારી તમામ પક્ષને વિનંતી છે કે ચૂંટણી જીતવા માટે કોઈ પક્ષનું સમર્થન કે વિરોધ કરવું- આવી રાજનીતિ ન કરવી જોઈએ. નવું ગઠબંધન બનાવવાનાં અનેક પ્રકાર હોય છે. ખરડો અને કાયદો દેશની ભલાઈ માટે બનાવવામાં આવે છે તેથી તેનો વિરોધ કે સમર્થન દિલ્હીની ભલાઈને લઈને કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Service Bill Parliament Monsoon Session aap amit shah congress આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી સર્વિસ બિલ Amit Shah on Delhi Service Bill 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ