બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / High Court rejects petition of three girls who were admitted to a college 90 km away after college closure

માર્મિક ટકોર / અભ્યાસની વ્યવસ્થાને લઇ મહુવાની ત્રણ યુવતીઓએ વાંધો ઉઠાવ્યો, તો હાઇકોર્ટે કહ્યું 'વાતો પુરુષોની બરાબરીની કરો છો અને...

Vishal Dave

Last Updated: 07:12 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટે કહ્યું હતું કે કોર્ટ મહુવામાં કોર્સ કે ફેકલ્ટી ઉભી કરી શકે નહીં. જ્યાં સુધી કોલેજ કોર્સ માગે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કોલેજને કેવી રીતે કોર્સ આપી શકવાની હતી. ?

વર્ષ શરૂ થયાના ચાર મહિનામાં જ કોલેજ બંધ થતા નજીકની કોલેજમાં એડમિશનની માંગ કરતી ત્રણ યુવતીઓની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. બનાવની વિગત અનુસાર યુવતીઓએ એડમિશન લીધાના 4 મહિનામાં જ કોલેજ બંધ થઇ ગઇ હતી..

નજીકની કોલેજમાં વ્યવસ્થા કરી આપવાની યુવતીઓએ કરી હતી માંગ 

કોલેજ બંધ થતા મહુવાની જ અન્ય કોલેજમાં પ્રવેશ આપવાની યુવતીઓએ માંગ કરી હતી. આ કેસમાં  યુનિવર્સિટીએ ત્રણેય યુવતીઓના અભ્યાસના વિષય મુજબ  વ્યવસ્થા કરી આપી હતી.. જેમાં ત્રણેયને 90 કિલોમીટર દુર આવેલી કોલેજમાં પ્રવેશ અપાયો હતો.. જેને લઇને ત્રણેય યુવતીઓએ વાંધો ઉઠાવ્યો હતો..અને નજીકની કોલેજમાં પ્રવેશ આપવા માંગ કરી હતી.. જે કેસમાં કોર્ટે કહ્યું કે આજના સમયમાં સ્ત્રીઓ પુરુષોની બરાબરી કરે છે.. માટે યુવતીઓને જ્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે તે સ્થળેજ  પીજીમાં રહીને અભ્યાસ કરવો જોઇએ 

સોશિયલ સાયન્સ અને સાઇકોલોજી વિષય સાથે BAનો અભ્યાસ કરી રહી છે યુવતીઓ 

અરજી કરનાર ત્રણેય યુવતીઓ મહુવા તાલુકાની છે.. અને સોશિયલ સાયન્સ અને સાઇકોલોજી વિષય સાથે BAનો અભ્યાસ કરી રહી છે.  કોલેજ બંધ થતા તેમણે નજીકની કોલેજમાં તેમને પ્રવેશ મળે તેવી માંગ કરી હતી. 

આ પણ વાંચોઃ આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ, ચોરીની ટ્રિક જોતાં ગાંધીનગરથી તપાસના આદેશ

'યુવતીઓ બહાર નીકળશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર સમાજ શું છે!'  

હાઈકોર્ટે કહ્યું હતું કે કોર્ટ મહુવામાં કોર્સ કે ફેકલ્ટી ઉભી કરી શકે નહીં.  જ્યાં સુધી કોલેજ કોર્સ માગે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કોલેજને કેવી રીતે કોર્સ આપી શકવાની હતી. ? . યુવતીઓએ ઘરની બહાર નીકળીને PGમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. તમે સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરો છો અને ઘરની બહાર આવવા નથી માગતાં! યુવતીઓ બહાર નીકળશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર સમાજ શું છે!  કોર્ટે વધુમાં કહ્યું કે  યુવતીઓને બહાર જઈને અભ્યાસ કરવો અસુરક્ષિત લાગે છે. યુનિવર્સિટીએ જ્યાં તેમની વ્યવસ્થા કરી છે ત્યાં પણ તેઓ જવા માગતી નથી, આથી કોર્ટને આ અરજીમાં કોઈ તથ્ય જણાતું નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ