સોશિયલ મીડિયાના યુઝર્સ લગાતાર વધી રહ્યા છે. Facebook, Twitter જેવા તમામ સોશિયલ પ્લેટફોર્મ પર ભારતમાં જ નહીં પણ દુનિયાના બધા દેશોમાં યુઝર્સની સંખ્યા વધી રહી છે. મોટાભાગના લોકો પોતાનો ફ્રી સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, પરંતુ જો તમને કહેવામાં આવે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર તમારે ટેક્ષ ભરવો પડશે તો?
જો ભારતમાં સોશિયલ મીડિયા પર ટેક્ષ લગાડવાની વાત કરવામાં આવે તો લોકો સરકારનો પણ વિરોધ કરી શકે છે, પરંતુ એવો પણ એક દેશ છે ત્યાં લોકોનો સોશિયલ મીડિયાના વપરાશ પર ટેક્ષ ભરવો પડે છે.
તમને જણાવીએ કે, યુગાંડામાં સોશિયલ મીડિયાના વપરાશ પર ટેક્ષ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુગાંડામાં ટેક્ષ લગાડ્યા બાદ 2018ના ત્રીજા ભાગમાં લગભગ લાખ લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. યુગાંડામાં ગયા વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવવા પર ટેક્ષની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં Whatsapp, Facebook અને Twitter જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
યુગાંડામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતી કુલ આબાદીમાંથી અડધી આબાદી સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટેક્ષ ભરે છે. અહીં સોશિયલ મીડિયા પર ટેક્ષ લગાવવાથી દેશની સરકારી આવકમાં વધારો થયો છે. તમને જણાવી દઇએ કે, આ પૂર્વી આફ્રિકી દેશમાં ખુબ જ ગરીબી છે, જેથી સરકારી આવક વધારવા માટે સોશિયલ મીડિયા પર ટેક્ષ લગાવવામાં આવ્યો છે.