બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Helicopter service starts on Ahmedabad riverfront from January 1

નવું નજરાણું / 1 જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં બેસીને ફરી શકશો આખુ અમદાવાદ, આટલા રૂપિયા છે ટિકિટ

Vishnu

Last Updated: 11:14 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિવરફ્રન્ટ પર બનાવાયું હેલિપેડ હવે 20 મિનિટમાં નિહાળી શકશો અમદાવાદની સફર, 2 થી 5 હજાર સુધી ભાડું

  • હેલિકૉપ્ટરથી માણો અમદાવાદ દર્શન
  • 1 જાન્યુઆરીથી ઊડશે હેલિકોપ્ટર 
  • રિવરફ્રન્ટ પર બનાવાયું હેલિપેડ

વિકાસની પરિભાષા કેવી હોવી જોઈએ. કે જે કાર્ય કે સેવા એક વખત શરૂ થયા બાદ તેનું ફળ હંમેશા અવિરત મળતું રહે. પરંતુ આપણે ત્યાં એક વખત કોઈ સારી વસ્તુ શરૂ તો થાય છે. પરંતુ ત્યાર બાદ તે મૃતપ્રાઈ સ્થિતિમાં જતી રહે છે. વાત આપણે સ્માર્ટ સિટી અમદાવાદની કરવી છે. જ્યાં ટૂંક સમયમાં વધુ એક ભેટ મળવા જઈ રહી છે. અને આ ભેટ એટલે કે, અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન. પરંતુ આ ભેટ ક્યાં સુધી ચાલશે તેને લઈને જનતા સવાલો પુછી રહી છે

10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું
અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાંઈકને કાંઈક નવું આકર્ષણ ર્ભું કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે જ 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રન્ટથી કોવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરી હતી. જે છેલ્લા કાણા સમયથી બંધ હાલતમાં છે. અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કોઈ નથી જાણતું. તેવામાં હવે સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેટ પણ તૈયાર થઈ ચૂકકયું છે. અને જે લોકોને અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા હશે તેમને 3 હજારથી 5 હજાર સુધી ભાડું ચૂકવવું પડશે. હેલિકોપ્ટરમાં ભાડું બે પ્રકારે હશે જેમાં 10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું આપવું પડશે. જોકે સરકારની આ જાહેરાતને લઈને સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

ચાલશે કે સી પ્લેન વાળી થશે?
લોકોના હીતમાં કે, લોકો માટે કોઈપણ સુવિધા ર્ભી થાય તે સારી બાબત છે. આ હેલિકોપ્ટર સેવાથી લોકો અમદાવાદને આકાશમાંથી નિહાળી શકશે. પરંતુ હકાૃકતમાં આ હેલિકોપ્ટર સેવાને અમદાવાદના લોકો કેવી રીતે જોઈ રહ્યા છે તે પણ જાણવું આવશ્યક છે. કારણ કે, સી-પ્લેન શરૂ થતા અનેક લોકોએ તેમાં બેસી કેવડિયા જવાના સપના જોયા હતા. તો અનેક લોકોએ તો મહિનાઓ પહેલા જ બુશકગ પણ કરાવી દીધું હતું. પરંતુ ગણ્યા ગાઠ્યા દિવસોમાં જ સી-પ્લેનની જાણે પાંખો કપાઈ ગઈ હોય તેમ આ સેવા બંધ થઈ ગઈ. તેવામાં હવે આ હેલિકોપ્ટર સેવા શરૂ થવા થઈ રહી છે. ત્યારે આ મુદ્દે આમ જનતાનું શું કહેવું છે જરા તે પણ સાંભળો.

શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે
મહત્વનું છે કે, હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની સેવા તો હજૂ શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ લોકો આ સેવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો એવા સવાલ ર્ઠાવી રહ્યાં છે કે, શું હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની આ સેવા લાંબો સમય ચાલશેક ક્યાંક આ હેલિકોપ્ટર સેવા પણ સી-પ્લેનની જેમ બંધ નહીં થઈ જાયનેક અમદાવાદના દર્શન તો બસમાં પણ થઈ જાય છે તો હેલિકોપ્ટર સેવા પાછળ ખર્ચો શા માટેક શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે? અમદાવાદની જનતાના મનમાં આવા અનેક સવાલો છે. તેઓ સારા રસ્તા અને સારો વિકાસ ઈચ્છે છે. જોકે હાલ તો આ સરકાર દ્વારા એક નવો પ્રયાસ છે.અને આ પ્રયાશને રોકવો જનતાના હાથમાં નથી.

જનતાના સવાલ

  • શું હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની આ સેવા લાંબો સમય ચાલશે?   
  • ક્યાંક આ હેલિકોપ્ટર સેવા પણ સી-પ્લેનની જેમ બંધ નહીં થઈ જાયને?  
  • અમદાવાદના દર્શન તો બસમાં પણ થઈ જાય છે તો હેલિકોપ્ટર સેવા પાછળ ખર્ચો શા માટે?  
  • શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે? 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ