બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Heavy rain in Ahmedabad today monsoon 2022

આવ રે વરસાદ / અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Dhruv

Last Updated: 02:13 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

  • અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ
  • શહેરના બોપલ, SG હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
  • રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્ય (Gujarat) માં છેલ્લાં કેટલાંક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના કહેર વચ્ચે અમદાવાદીઓ શહેરમાં ક્યારે વરસાદ વરસશે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે આજે અમદાવાદમાં પણ મેઘરાજા એન્ટ્રી મારી ચૂક્યા છે. અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

અમદાવાદના બોપલ, સેટેલાઇટ, SG હાઇવે સહિતના વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ

અમદાવાદમાં બોપલ, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, SG હાઇવે, વસ્ત્રાપુર, માનસી સર્કલ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. એ સિવાય શહેરના અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. જેમ કે, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે.'

રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

બીજી બાજુ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 'અત્યાર સુધી ગુજરાતમાં 182 મિમી વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ પડ્યો છે. સાથે રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.'

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી 5 દિવસમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. જેમાં વલસાડ, દાદરા નગર હવેલી, દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. સાથે સાઉથ ગુજરાતમાં પણ 5 દિવસ ભારે વરસાદ પડશે. બંગાળમાં લો પ્રેશર બનવાથી ગુજરાતમાં સારો એવો વરસાદ થશે. માછીમારોને પણ દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rainfall Gujarat Rains gujarat monsoon 2022 heavy rain in ahmedabad અમદાવાદમાં વરસાદ Ahmedabad Rainfall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ