Heavy loss of vegetables due to unseasonal rains in the state
SHORT & SIMPLE /
શાકભાજી માટે વધારે પૈસા આપવાની તૈયારી રાખજો: કમોસમી વરસાદના કારણે 80% નુકસાન
Team VTV12:33 PM, 19 Mar 23
| Updated: 12:34 PM, 19 Mar 23
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં ભારે નુકસાન થયું છે. જેના કારણે હાલમાં બજારમાં માંગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
શાકભાજીના પાકને નુકસાન
કમોસમી વરસાદે પહોંચાડ્યું નુકસાન
શાકભાજીના ભાવમાં વધારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ રાજ્યના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી સહિત ઘઉં, કેરી, ચણાના પાકમાં ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 80% નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
લીંબુ 130થી 170 રૂપિયા પ્રતિ કિલો
બજારમાં માગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના પ્રતિકિલોના ભાવ પર નજર કરીએ તો લીંબુ હોલસેલ બજારમાં 130થી 170 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે આદુ હોલસેલ બજારમાં 70 થી 80 રૂપિયા કિલો, ગવાર 90થી 100 કિલો, ચોળી 120 રૂપિયા કિલો, વટાણા 40 રૂપિયા કિલો, કોથમીર 30 રૂપિયા કિલો, ભીંડો 60થી 70 રૂપિયા કિલો અને મરચા 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.
શાકભાજીની આવકમાં ઘટાડો
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં નુકસાન થતાં હાલ APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં માંગ વધારે હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. બજારમાં નવો માલ નહિ આવે ત્યા સુધી ભાવ વધવાની પણ શક્યતા છે.