બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / heat in europe britain france spain portugal hottest day heatwave deaths

BIG NEWS / ડામરના રસ્તાઓ પીગળ્યા, જંગલોમાં આગ ફાટી નિકળી: ભીષણ ગરમીએ યુરોપિયન દેશોમાં હાહાકાર મચાવ્યો, 1 હજાર લોકોના મોત

Pravin

Last Updated: 02:37 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપિયન દેશોમાં હાલ ભીષણ ગરમીના કારણે ભયંકર સ્થિતિ ઊભી થઈ છે. અહીં સતત હીટવેવના કારણે 1 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

  • યુરોપિયન દેશોમાં ગરમીના કારણે ભયંકર સ્થિતિ
  • રસ્તાઓ અને રનવે પીગળવા લાગ્યા
  • જંગલોમાં ગરમીના કારણે આગ ફાટી નિકળી, એક હજારથી વધારે લોકોના મોત

 

જંગલો સળગી રહ્યા છે, લોકો મરી રહ્યા છે, એરપોર્ટના રનવે પીગળી રહ્યા છે. રસ્તાઓ પર ડામર પીગળી રહ્યો છે. એટલુ જ નહીં ઘાસ પણ સળગી રહ્યા છે. રસ્તા પર એવો સન્નાટો ફેલાયો છે, જાણે ફરી વાર લોકડાઉન લાગ્યું હોય, આ હાલત સમગ્ર યુરોપમાં છે. સમગ્ર યુરોપમાં ભીષણ ગરમીથી ઝઝૂમી રહ્યો છે. બ્રિટેનના ઈતિહાસામં પ્રથમ વાર પારો 40 ડિગ્રીને પાર જતો રહ્યો છે. આ અઅગાઉ છેલ્લે 2019માં 39.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. સ્પેન અને પોર્ટુગલમાં હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. 

બ્રિટેનમાં ભયંકર ગરમી કેવો કહેર મચાવી રહી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, હાઉસ ઓફ કોમન્સ (સંસદે) પણ પોતાના સભ્યોને સુવિધાના હિસાબે કપડા પહેરીને આવવાની પરવાનગી આપી દીધી છે. સ્પિકરે સાંસદોને ટાઈ અને સૂટ ન પહેરવું હોય તો તેમાં પણ છૂટ આપી છે. 

રસ્તાઓ પીગળ્યા, ટ્રેક ફેલાઈ રહ્યા છે રનવે પીગળ્યા

બ્રિટેનમાં ગરમીથી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, ત્યાં ટ્રાંસપોર્ટ સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. બ્રિટેનમાં રસ્તા પર ડામર પિગળી રહ્યો છે. લૂટન એરપોર્ટ પર રન વે પણ પિગળી રહ્યા છે. તો વળી રેલ્વે ટ્રેક પણ તાપમાન સહન કરી શકતા નથી, અને ટ્રેક ફેલાઈ રહ્યા છે, જેના કારણે કેટલીય ટ્રેન કેન્સલ કરવી પડી છે. ઈંગ્લેન્ડમાં લોકોને ટ્રેનથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. 

સમગ્ર યુરોપમાં ધગધગતા અંગારા જેવી ગરમી

ખાલી બ્રિટેન જ નહીં, પણ ફ્રાંસ, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ સહિત સમગ્ર યુરોપિય દેશ તપી રહ્યા છે. લોકો ઘરોમાંથી બહાર નિકળતા નથી. રસ્તાઓ પર સન્નાટો છે. મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. કોઈ ઓફિસે જાય છે, તો એટલા માટે કે ત્યાં એસી મળી રહે. મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન છે. ઈગ્લેન્ડના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, એક બે દિવસમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ગરમીના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટના વધી રહી છે.  

સ્પેનમાં પણ આવી જ હાલત છે. કાર્લોસ હેલ્થ ઈંસ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર સ્પેનમાં સતત 8 દિવસથી હીટવેવ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં 510 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વર્ષે આગ લાગવાના કારણે 1.73 લાખ એકર જમીન બળીને ખાક થઈ ગઈ છે. પોર્ટુગલમાં પણ ભયંકર હાલત છે અહીં 500થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. 

ફ્રાંસમાં દુકાનો તો ખુલી, પણ કોઈ ગ્રાહકો આવતા જ નથી

ફ્રાંસમાં પણ અમુક ભાગમાં 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયુ છે. અનુમાન છે કે, પારો હજૂ પણ ઉપર જશે. વધતી ગરમીના કારણે લોકો ઘરોમાંથી બહાર નિકળતા નથી. દુકાનો ખુલી રહી છે પણ કોઈ ગ્રાહકો આવતા નથી.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફ્રાંસમાં હાલત હજૂ પણ ખરાબ થશે. આજે ફરી તાપમાન અહીં 40 ડિગ્રી સેલ્સિયસની પાર જવાનું અનુમાન છે. ફ્રાંસમાં જૂલાઈ બાદ ભીષણ ગરમીમાંથી રાહત મળવાના અણસાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Britain Europe Heat Wave france heat in europe portugal heatwave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ