બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Health department recruitment scam, Yuvraj Singh jadeja, Wrong degree MPHW certificate

BIG NEWS / ભરતીમાં કૌભાંડની માયાજાળ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો મોટો દાવો, આરોગ્ય વિભાગને લીધું સાણસામાં

Vishnu

Last Updated: 04:47 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

70 હજારમાં MPHWના સર્ટિ.40 દિવસમાં મેળવાય છે: યુવરાજસિંહ

 • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો મહત્વનો દાવો
 • ખોટા ડિગ્રી સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ!
 • બહારના રાજ્યોના સર્ટી.લવાયાનો દાવો

ગુજરાતમાં શું દરેક સરકારી ભરતી કૌભાંડથી જ થાય છે?.રાજ્યમાં સરકારી નોકરી માટે તમારે પૈસા આપવા જ પડે છે?. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક મોટો ધડાકો કર્યો છે.

70 હજારમાં MPHWના સર્ટિ આપે છે કૌભાંડીઓ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મહત્વનો દાવો કરતાં કહ્યું છે કે ખોટા ડિગ્રી સર્ટિફિકેટથી અનેક લોકોએ જરૂરિયાત મંદ વિદ્યાર્થીની જગ્યાનું સ્થાન મેળવ્યૂ છે. અત્યાર સુધી અલગ-અલગ 8 વિભાગની ભરતીઓ થઈ છે. ખોટા ડિગ્રી સર્ટિફિકેટ દર્શાવી અનેક લોકોએ નોકરી મેળવી લીધી છે. આરોગ્ય વિભાગની ભરતીમાં બહારના રાજ્યોના સર્ટી ઘરેબેઠા લાવવામાં આવ્યા છે. MPHWનો કોર્સ એક વર્ષનો હોય છે. જ્યારે પરીક્ષાઓ જાહેર થતાં 70 હજારમાં MPHWના સર્ટિ 40 દિવસમાં મેળવાય છે

પત્રકાર પરિષદ કરી યુવરાજસિહે શું દાવો કર્યો?

 • અમે વીડિયો-ઓડિયા સાથેના પુરવા આપી રહ્યા છે
 • ઉર્જા વિભાગમાં બહારની યુનીના ખોટા સર્ટી અપાયા છે
 • રાજ્યમાં ખોટા સર્ટિફિકેટ આપનાર એજન્ટો છે
 • મોડાસાની લોર્ડ ક્રિષ્ના એકેડેમી વિવાદમાં 
 • યુવરાજસિંહે લોર્ડ ક્રિષ્ના એકેડેમી સામે કર્યા આક્ષેપ 
 • આર.એમ. પટેલ લોર્ડ ક્રિષ્ટા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે

પશુધન નિરીક્ષકની 2018ની ભરતીમાં 60 લોકોના સર્ટી
યુવરાજસિંહે વધુમાં કહ્યું હતું કે ઉર્જા વિભાગની નોકરીઓમાં પણ સ્કેમ ચાલે છે. પશુધન નિરીક્ષકની 2018ની ભરતીમાં 60 લોકોના સર્ટી ખોટા રજૂ કરી નોકરી લીધો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. યુવરાજસિંહના આરોપ મુજબ જાહેરાત આવતાની સાથે જ બહારની યુનિવર્સિટીથી સર્ટિ. લેવાય છે. જેના માટે કૌભાંડીઓ એક ખોટી ડિગ્રી આપવા 60 થી 70 હજાર રૂપિયા સુધીની રકમ પડાવી લે છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે અનેક ભરતીમાં થતી ધાંધલી મામલે રજૂઆત કરી

 • ઉર્જા વિભાગની નોકરીઓમાં પણ સ્કેમ ચાલતું હોવાનો દાવો
 • UGVCL, PGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઑનલાઇન પરીક્ષા માં કૌભાંડ 
 • આરોગ્ય વિભાગની ભરતીમાં બહારના રાજ્યોના સર્ટી.લવાયા
 • 70 હજારમાં MPHWના સર્ટિ. 40 દિવસમાં મેળવાય છે
 • પશુધન નિરીક્ષકની 2018ની ભરતીમાં 60 લોકોના સર્ટી.ખોટા
 • આ પહેલા હેડક્લાર્ક ભરતીમાં ગેરરીતિના પુરાવા રદ્દ કરી વિદ્યાથીને અપાવ્યો હતો ન્યાય
 • બિન સચિવાલય ભરતી કૌભાંડને પણ કર્યું હતું ઉજાગર

સંકળાયેલા મુદ્દાઓ

Government recruitment Health Department MPHW certificate Yuvraj Singh Jadeja bogus degree આરોગ્ય વિભાગ પશુધન નિરીક્ષક બોગસ ડિગ્રી ભરતી કૌભાંડ યુવરાજસિંહ જાડેજા સરકારી ભરતી Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ