બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:01 PM, 20 July 2022
ADVERTISEMENT
આમ તો હાઈ બીપીથી લડવા માટે તમે અનેક દવાઓનો આધાર લો છો. તમે અમુક ઘરગથ્થુ ઉપાયને પણ અપનાવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચાર તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એવામાં જો તમે પણ હાઈ બીપીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો તો કેટલાંક ઘરગથ્થુ ઉપચાર અપનાવી શકો છો. આવો જાણીએ.
ADVERTISEMENT
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાના ઉપાય
મોસમી ફળ અને શાકભાજીઓ
સિઝનમાં મળતા ફળ અને શાકભાજી તમારા આરોગ્ય માટે ખજાનો હોય છે. આ તમારા હેલ્થને જાળવી રાખવાની સાથે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ એક સફરજનનુ સેવન કરો છો તો તમને ઘણી હદ સુધી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
દ્રાક્ષ
સ્વાદમાં ખાટ્ટી-મીઠી દ્રાક્ષ પણ અનેક સ્વાસ્થ્ય લાભથી ભરપૂર છે. દ્રાક્ષથી હાર્ટનુ હલન-ચલન સારુ રહે છે અને કોઈ પણ પ્રકારના દુ:ખાવામાં પણ આરામ મળે છે. આ સાથે તે બ્લડ પ્રેશરને પણ અંકુશમાં રાખવામાં મદદરૂપ બને છે.
દાડમ
દાડમ શરીરમાં નવા સેલ્સનું નિર્માણ કર્યા સિવાય હૃદય રોગને દૂર રાખવા અને તેનાથી બચવા માટે પણ સારું મનાય છે. આ તમારા બીપીને પણ કંટ્રોલમાં રાખે છે, જે હૃદય રોગનુ કારણ બની શકે છે.
ડુંગળી
ડુંગળીના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલનુ સ્તર સારું રહે છે અન ઑક્સિડેશનની પ્રક્રિયા સારી રીતે થાય છે. આ સાથે ડુંગળી તમારા વાળથી લઇને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.