haryana police men raped west bengal girl in hotel
રક્ષક જ ભક્ષક /
સ્પામાં કામ કરતી બે યુવતીઓને ઉઠાવી ગયા પોલીસના જવાનો, હૉટલ લઈ જઈ કર્યું એવું કે ખાખી થઈ બદનામ
Team VTV11:51 AM, 27 Nov 21
| Updated: 11:58 AM, 27 Nov 21
હરિયાણાના પોલીસવાળાએ પશ્ચિમ બંગાળની 2 યુવતીઓને જબરજસ્તી ઉઠાવી જઈ તેની સાથે રેપ કર્યો.
પોલીસવાળા પશ્ચિમ બંગાળની 2 યુવતીઓને પોતાના રુમમાં ઉઠાવી ગયા
પોલીસવાળા બન્નેને જબરજસ્તી એક હોટલમાં લઈ ગયા અને ત્યાં તેની સાથે રેપ કર્યો
બન્ને છોકરી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી
પોલીસવાળા પશ્ચિમ બંગાળની 2 યુવતીઓને પોતાના રુમમાં ઉઠાવી ગયા
સામાન્ય લોકોના રક્ષક હોવાનો દાવો કરનારી હરિયાણા પોલીસના જવાનો ભક્ષક બની ગયા છે. પોલીસવાળાએ પશ્ચિમ બંગાળની 2 યુવતીઓને પોતાના રુમમાં ઉઠાવી ગયા. બન્નેને જબરજસ્તી એક હોટલમાં લઈ ગયા અને ત્યાં તેની સાથે રેપ કર્યો.
બન્ને છોકરી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી
ઘટના ગુરુવારે રાતે લગભગ 10 વાગ્યાની છે. પોલીસના સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર બન્ને છોકરી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. રેવાડીના મોર્ડલ ટાઉન સ્ટેશનમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ અનિલ, હોમગાર્ડ જિતેન્દ્ર અને ધર્મેન્દ્ર નામના એક અન્ય વ્યક્તિની વિરુદ્ધ બન્નેએ કેસ નોંધાવ્યો છે. ત્રણેયની ધરપકડ કરી લેવાઈ છે. એસપી રાજેશ કુમારે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. હોમગાર્ડના જવાનોની વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે.
ભાડાના રુમમાંથી હોટલમાં ઉઠાવી ગયા
મળતી જાણકારી અનુસાર ગુરુવારે રાતે બન્ને યુવતીઓને તેમના ભાડાના રુમમાં પોલીસકર્મીઓ ઉઠાવી ગયા હતા. પોલીસકર્મીઓ બન્નેને પોલીસ જિપ્સીમાં બેસાડીને નીકળી ગયા હતા. રસ્તામાં તેમને એક ખાનગી ગાડીમાં બેસાડી અને એક હોટેલમાં લઈ ગયા હતા. હોટેલમાં ત્રણેએ બન્ને છોકરીઓ સાથે રેપ કર્યો.
ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે
આ સંબંધમાં રેવાડીના ડીએસપી મોહમ્મદ જમાલ ખાને કહ્યું કે હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ત્રીજા વ્યક્તિની વિરદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેયને પોલીસી જીપ્સી અને એક સ્કોર્પિયોનો ઉપયોગ કરવામાં આવ્યો. મામલાની તપાસ ચાલુ છે. ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.