બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / વડોદરા / Harshil Limbachia, crimes, fraud, Manjalpur police station, Vadodara, suspended six policemen,

આકરા પગલાં / વડોદરામાં પોલીસવડાએ બોલાવ્યો સપાટો: ASI-હેડ કૉન્સટેબલ 6 કર્મીઓ એકસાથે સસ્પેન્ડ, પોલીસ બેડામાં ફફડાટ

Kishor

Last Updated: 04:20 PM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેતરપિંડી સહિતના ગુન્હાને અંજામ આપનાર આરોપી હર્ષિલ લીંબચિયા વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટતા પોલીસ વડાએ 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કાર્ય છે.

  • મહાઠગ હર્ષિલ લીંબચિયાને છાવરનાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
  • વડોદરાના માંજલપુર પોલીસ મથકના 6 કર્મચારીઓ સસ્પેન્ડ 
  • મહાઠગને છવરનાર પોલીસ કર્મીઓ પર તવાઈ

છેતરપિંડ સહિતના અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડેલ આરોપી હર્ષિલ લીંબચિયાને વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં રખાયો હતો. જે આરોપી સામે યુપીમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુન્હામાં યુપી પોલીસ આરોપીનો કબ્જો લે તે પહેલા આરોપી હર્ષિલ લીંબચિયા માંજલપુર પોલીસ મથકમાંથી નાશી છૂટયો હતો. જેને પગલે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ વડાએ આકરા પાણીએ થઈ આરોપીને છાવરનાર માંજલપુર પોલીસ મથકના ASI-હેડ કૉન્સટેબલ સહિત એકસામટા 6 કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેતાં પોલીસ આલમમાં સોપો પડી ગયો છે.

હર્ષિલને ભગાડવામાં માંજલપુર પોલીસના કર્મીએ ભૂમીકા ભજવી હતી ?
અનેક ગુન્હામાં સંડોવયેલ મહઠગ આરોપી હર્ષિલ લીંબચિયા પોલીસ સ્ટેશનને બીજુ ઘર માનતો હોય તેવી સ્થિતિ વચ્ચે પણ ઉત્તર પ્રદેશ પોલીસ હર્ષિલની શોધમાં માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી તે દરમિયાન આરોપી પોલીસને હાથતાળી આપી નાશી છૂટયો હતો. આરોપીને ભગાડવામાં માંજલપુર પોલીસના કર્મીઓનો મોટો હાથ હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. જેમાં પોલીસ વડાએ તપાસ હાથ ધરી ASI જાધવ, હેડ કોન્સ્ટેબલ મનોજ દેવીદાસ, કોન્સ્ટેબલ અર્પિત અને પોલીસ કર્મી ઠાકોર ,વાહિદ માવજીભાઈ, લોકરક્ષક પ્રજ્ઞા સહિતનાંઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કામગીરીને લઈને પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. 

જાણો શું હતો મામલો
ભાયલી વિસ્તારના રહેવાસીની કાર ખરીદ્યા બાદ રૂપિયા નહીં ચૂકવી આરોપી હર્ષિલ લિંબાચીયાએ ધમકી આપી હતી આ અંગેની હર્ષિલ લિંબાચીયા સામે ફરિયાદ નોંધાઈ હતી.અગાઉ મહાઠગ હર્ષિલ લિંબાચીયા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 6 લાખ ઉપરાંતની છેતરપીંડી અને વિશ્વાઘાતનો ગુન્હો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન હર્ષિલ સામે ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ એક ગુનો નોંધાયો હતો. જેથી ઉત્તર પ્રદેશ પોલીસ તેની શોધમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.

રવિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશ પોલીસ હર્ષિલની અટકાયત કરવા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં હર્ષિલ પણ હાજર હતો. જોકે યુ.પી પોલીસ તેને ઓળખત ન હતી. પોલીસ તેની શોધમાં આવી જ છે તેવી ગંધ હર્ષિલને આવી ગઈ હતી અને માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીને પણ તેની જાણ હતી કે યુ.પી પોલીસ હર્ષિલની શોધમાં આવી છે. છતાંય માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીએ યુ.પી પોલીસને અંધારામાં રાખી અને હર્ષિલ ભાગી છુટ્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું હતું. ત્યારબાદ મોડી રાત સુધી માંજલપુર પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હર્ષિલ પોલીસને હાથ લાગ્યો ન હતો.અત્રે નોંધનિય છે કે, અગાઉ હર્ષિલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના ફોટા પણ વાયરલ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ