બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Harsh Sanghvi party breakers leaders in Vadodara madhu shrivastav

ઇલેક્શન 2022 / નારાજ નેતાઓ મળવા ન આવતા હર્ષ સંઘવી લાલઘૂમ: કહ્યું એવી રેલી કાઢો કે વિરોધીઓ કરજણ છોડીને જતાં રહે

Kishor

Last Updated: 07:07 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ડેમેજ કંટ્રોલ માટે પહોચેલા હર્ષ સંઘવી સાથે નારાજ નેતાઓએ મુલાકાત કરવાનું ટાળ્યું હતું. જેને લઇને ભાજપના બળવાખોર આગેવાનો પર હર્ષ સંઘવી લાલઘુમ થયા  હતા.

  • વડોદરામાં ડેમેજ કંટ્રોલ માટે પહોચેલા હર્ષ સંઘવીને નારાજ નેતાઓ ન મળ્યા
  • વાઘોડીયાથી મધુ શ્રીવાસ્તવે સાળંગપુર જવાનું કહીને મુલાકાત ટાળી
  • કરજણના સતીશ નિશાળીયાએ હર્ષ સંઘવીનો ફોન રિસિવ ન કર્યો

ગુજરાત ચુંટણીને લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ અનેક સ્થળોએ ભાજપમાં ભડકો થયો છે. તો વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પરનો આંતરિક ડખ્ખો ખુલ્લીને બહાર આવ્યો છે. જેને લઇને આ 3 બેઠક પર બળવો થવાના એંધાણ વર્તાતા આજે ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવી વાઘોડિયા ગયા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીને નેતાઓ ન મળતા તેઓ લાલઘુમ થયા હતા અને કરજણમાં હર્ષ સંઘવીએ બળવાખોરો પર નિશાન સાધ્યું હતું.


વિરોધીઓ સામે એવી રેલી કાઢો કે કરજણ છોડી જતા રહે : હર્ષ સંઘવી
વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા હર્ષ સંઘવી દોડી ગયા હતા. જોકે હર્ષ સંઘવીની મુલાકાતને લઇને સતિષ પટેલ અને દીનુ પટેલે ફોન બંધ કરી દીધા હતા. તો મધુ શ્રીવાસ્તવ સાંળગપુર જવાનું કહીને ત્રણેય નારાજ ધારાસભ્યોએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યુ હતું. આ દરમિયાન કરજણમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢો. વધુમાં ભાજપ આપણીમાં છે, ભાજપે આપણને સૌને ઓળખ આપી છે તે ન ભુલવું જોઈએ. જો ભાજપ અને ગુજરાતની જનતા ન હોય તો મારી અને તમારી કોઇ ઓળખ નથી. તથા 15 થી 8 તારીખ સુધી પાર્ટી તોડનારાઓનો શોધી શોધીને હિસાબ કરો. તેમ કહી હર્ષ સંઘવીએ અંતમાં જણાવ્યું હતું. 

 મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને અપાઈ ટિકિટ 
વાઘોડીયાથી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતા મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આ વખતે મારા સ્થાને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. મારા કાર્યકરો કહેશે તે મુજબ હું કરીશ, જો કાર્યકરો મને અપક્ષ ઉમેદવારી નોધાવવાનું કહેશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. તેમ કહ્યા બાદ ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. વધુમાં જીતીશ તો ભાજપમાં જઈશ તેમજ મારે હજુ મારા ઘણા કામો કરવાના બાકી છે. બાકી રહેલ કામ પૂર્ણ કરવા માટે ચૂંટણી લડવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ