બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya given wrong out by third umpire worst decision ind vs nz series

IND vs NZ / હાર્દિક પંડ્યા OUT નહોતો? સોશ્યલ મીડિયામાં હાઈવૉલ્ટેજ ડ્રામા, લોકો બોલ્યા- અમ્પાયરે કયો નશો કર્યો છે?

Premal

Last Updated: 11:56 AM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાને થર્ડ એમ્પાયરે ખોટો આઉટ આપ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે.

  • હાર્દિક પંડ્યાને આપ્યો ખોટો આઉટ
  • થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો
  • સોશિયલ મીડિયામાં થયો હોબાળો

થર્ડ એમ્પાયરના ખોટા નિર્ણય બાદ હાર્દિકને પેવેલિયન ફરવુ પડ્યુ

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ યોજાઈ. આ મેચમાં શુભમન ગિલે આક્રમક સદી ફટકારી. તો એક સમયે હાર્દિક પંડ્યા પણ તેમને સારો સાથ આપી રહ્યાં હતા. પરંતુ થર્ડ એમ્પાયરના એક ખોટા નિર્ણય બાદ હાર્દિકને આઉટ થઇને પેવેલિયન ફરવુ પડ્યુ. જેનાથી મોટો હોબાળો થયો. હાર્દિક પંડ્યા આ મેચમાં સારી બેટીંગ કરી રહ્યાં હતા અને આ ખેલાડી 28 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યાં હતા. પરંતુ ત્યારે 40મી ઓવરના ચોથા બોલમાં કઈક એવુ થયુ જેને પગલે હોબાળો થયો છે. આ ઓવર ડેરિલ મિચેલ નાખી રહ્યાં હતા ત્યારે થર્ડ મેન તરફ એક શૉટ રમવાના ચક્કરમાં હાર્દિક ચૂકી ગયા અને બોલ સીધો વિકેટ કીપર ટૉમ લેથમના હાથમાં આવી ગયો. 

થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો

ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે અપીલ કરી અને એમ્પાયરના નિર્ણયને થર્ડ એમ્પાયરની પાસે મોકલી દેવામાં આવ્યો. રીપ્લેમાં પહેલા જોવામાં આવ્યું કે શુ બોલ હાર્દિકના બેટને તો વાગી નથી ને. પરંતુ આમ ન હતુ અને બોલ ઘણો ઉપરથી જતો હતો. આ આખી ઘટના દરમ્યાન લેથમના મોજામાંથી સ્ટમ્પસની ઉપરથી બેલ્સ પણ પડી ગઇ હતી. રીપ્લેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાતુ હતુ કે બોલ વિકેટની ખૂબ ઉપરથી જતી હતી. પરંતુ થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો. 

પ્રશંસકો પણ આ નિર્ણયથી નાખુશ 

થર્ડ એમ્પાયરના આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો ઘણા હેરાન જોવા મળ્યાં. એમ્પાયરના આ નિર્ણયના થોડા સમય બાદ 'નૉટઆઉટ' અને હાર્દિક પંડ્યા ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. લોકોએ આ મામલે પોતાની ખૂબ ભડાસ કાઢી છે અને ગુસ્સો કરવાની વાત પણ બનતી હતી કારણકે આટલી ટેકનોલોજી અને આટલી વખત રિપ્લે જોયા બાદ પણ એમ્પાયર ખોટા નિર્ણય આપે છે તો ગુસ્સો કરવાની વાત છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ