હાફિઝ સઈદનું 'ઓપરેશન 20-20', શું પાકિસ્તાનમાં તખ્તો પલટાશે?

By : vishal 07:28 PM, 06 December 2018 | Updated : 07:28 PM, 06 December 2018
લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સઈદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 10 મીલીયન અમેરિકી ડોલરનું ઈનામ અને લશ્કર પર લગાવેલી પાબંદી પણ પાકિસ્તાને હટાવી દીધી છે. ત્યારે આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. 

ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદથી હાફિઝ સઈદ બે વર્ષમાં પાકિસ્તાનનો તખ્તો પલટવા માટે સમગ્ર બ્લૂ પ્રિંન્ટ તૈયાર કરી લીધી છે. 

એટલું જ નહીં હાફિઝે પોતાનો પ્લાન 20-20 પણ બનાવ્યો છે. જો હાફિઝ સઈદ આ પ્લાનમાં સફળ થઈ ગયો તો સમગ્ર વિશ્વ માટે પાકિસ્તાન એક ખતરાની ઘંટી બની જશે. 

માત્ર એક જ અઠવાડિયાની અંદર ઈમરાન ખાને હાફિઝ અને લશ્કર પરની પાબંદી હટાવી દીધી છે. ત્યારે હવે હાફિઝ સઈદ પોતાની 20-20 ષડયંત્રમાં વ્યસ્ત બન્યો છે. 

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હાલમાં સિરીયાથી પણ વધુ આતંકીઓ પાકિસ્તાનની જમીન પર ઉછરી રહ્યા છે. ત્યારે હાફિઝ સઈદનું આ ષડયંત્ર પીએમની ખુરશી સુધી પહોંચવાનો છે. જો આવું શક્ય બનશે તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે શું થશે.Recent Story

Popular Story