બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / gupkar declaration assembly elections

જમ્મુ કાશ્મીર / પહેલાં આ કામ કરો પછી જ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી, ગુપકાર નેતાઓની માંગ

Last Updated: 09:06 PM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બેઠકમાં PM મોદી સાથે થયેલ બેઠકમાં કેવી નિરાશા મળી તે વિશે પણ ચર્ચા કારવામાં આવી.

  • મોદી સાથે મુલાકાત બાદ ગુપકારની પહેલી બેઠક 
  • 24 જૂનની બેઠક હતી નિરાશાજનક 
  • જમ્મુ કાશ્મીર રાજ્ય બને તેવી માંગ

જમ્મુ કાશ્મીર રાજ્ય બને તેવી માંગ
કાશ્મીરના બધા જ દળોની બેઠક બાદ PAGDએ સોમવારે કહ્યું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી જાય તે પછી જ વિધાનસભાની ચૂંટણી કરવી જોઈએ. આ બેઠકમાં PM મોદી સાથે થયેલ બેઠકમાં કેવી નિરાશા મળી તે વિશે પણ ચર્ચા કારવામાં આવી. આ ગઠબંધનનું કહેવું છે કે તે બેઠકમાં રાજનૈતિક કેદીઓને છોડવા સહિત વિશ્વાસ કાયમ કરવા વાળા પગલાઓ લેવાશે કે નહીં, તે વિશે કોઇ વાત કરવામાં આવી નહીં. 

24 જૂનની બેઠક હતી નિરાશાજનક 
ગુપકારની બેઠકમાં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીને પાછો રાજ્યનો દરજ્જો આપવનો સવાલ છે તો ભાજપ ખુદ સાંસદમાં તે એલાન કરી ચૂક્યું છે. એવામાં તેમણે પોતાના વાયદાનું સન્માન કરવું જોઈએ. ગુપકારનો સંઘર્ષ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરતી જ રહેશે. આ બેઠક રવિવારે કરવામાં આવી હતી. આ બેઠકમાં PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તી, મુખ્ય પ્રવક્તા એમ તાઈ તારીગામી, ઉમર અબ્દુલ્લા સહિત ઘણા બધા નેતાઓ હાજર રહ્યા. 

મોદી સાથે મુલાકાત બાદ ગુપકારની પહેલી બેઠક 
PM મોદીએ લગભગ 24 જૂનના રોજ સાડા ત્રણ કલાક બેઠક કરી હતી.લગભગ 2 વર્ષ પછી PM મોદીની આ નેતાઓ સાથે સીધી મિટિંગ હતી. આ બેઠકમાં PM મોદીએ સંદેશો આપ્યો હતો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલનું અંતર હવે ઘટવા જઈ રહ્યું છે. હવે જ્યારે સીમાંકન થઈ ગયા બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે નેતાઓને વિનંતી કરી હતી કે તમે પણ આ પ્રક્રિયામાં ભાગ લેજો. 

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir gupkar gupkar declaration ગુપકાર ગઠબંધન જમ્મુ-કાશ્મીર Election
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ