બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Gujaratis 6 such announced this year in India's most prestigious civilian awards

મહામંથન / ગુજરાતના બે નવરત્નો, જેનું મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે છે વિશેષ યોગદાન, જાણો કોનો કેટલો ફાળો

Dinesh

Last Updated: 08:17 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ભારતના સૌથી સન્માનજનક નાગરિક પુરસ્કારોમાં આ વર્ષે આવા જ 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જાણીતા કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણથી નવાઝવામાં આવ્યા છે

  • આ વર્ષે 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ
  • 2015માં પદ્મશ્રી 2024માં પદ્મભૂષણથી સન્માનિત ડૉ.તેજસ પટેલ
  • શાહબુદ્દિન રાઠોડ વિશે ડૉ.ત્રિવેદીએ PhD કર્યું છે


ગુજરાત બહૂમૂલ્ય અને ગૌવરવંતા ગુજરાતીઓથી ઉજળું છે. ગુજરાતની સામાજિક પ્રગતિમાં, એવા ગુજરાત રત્નોએ જીવન ખપાવ્યું છે, જેમણે સામાન્ય ગુજરાતી માટે ભેખ ધર્યો, અને જાતને બાળીને ગુજરાતને અજવાળ્યું છે. ભારતના સૌથી સન્માનજનક નાગરિક પુરસ્કારોમાં આ વર્ષે આવા જ 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જાણીતા કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણથી નવાઝવામાં આવ્યા છે. તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર યઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની સારવાર માટે ડોક્ટર યઝદીએ જીવન સમર્પિત કર્યું છે. જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણમાં હરીશ નાયકને મરણોપરાંત સન્માનિત કરાયા છે. ચાર વેદોનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા અને આયુર્વેદમાં જીવન ખપાવનારા ડોક્ટર દયાલને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાઝાશે. હાસ્યસમ્રાટ અને શિક્ષણમાં દાનની જ્યોત પ્રગટાવનારા ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. 

જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ.તેજસ પટેલનું સન્માન
પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ડૉ.તેજસ પટેલ થશે તેમજ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં વિશ્વપ્રસિદ્ધ ડૉ. તેજશ પટેલ  છે.  ટ્રાન્સ રેડિયલ ટેકનિકથી એન્જિયોગ્રાફીમાં વિશ્વ સિદ્ધિ મેળવી છે.  હ્રદયરોગના દર્દીઓ માટે ગુજરાત અને ભારતમાં જાણીતું નામ છે. હ્રદયમાં શું મુશ્કેલી છે એ જાણવાની એન્જિયોગ્રાફીને સરળ બનાવી છે. પદ્મશ્રીથી સન્માનિત થયા હવે પદ્મભૂષણ સન્માનિત થશે. 

ડૉ.જગદીશ ત્રિવેદી હાસ્યસમ્રાટ તરીકે ઓળખાય છે
શાહબુદ્દિન રાઠોડ વિશે ડૉ.ત્રિવેદીએ PhD કર્યું છે. હાસ્યના પ્રોગ્રામની આવક દાન કરે છે. ડૉ.ત્રિવેદીએ શાળા, લાઈબ્રેરીને દાનની નવી રાહ ચીંધી છે. 50થી વધારે પુસ્તકો લખી ચૂક્યા છે.  આગવી છટામાં નિર્ભેળ જોક્સ કહેવા માટે ડૉ.ત્રિવેદી જાણીતા છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જીવનનો મોટાભાગનો સમય શિક્ષણક્ષેત્રે કામ કરવામાં વિતાવે છે

વાંચવા જેવું: ગુજરાતના પ્રખ્યાત ડો. તેજસ પટેલને પદ્મભૂષણ, રઘુવીર ચૌધરી, યઝદી ઇટાલિયા સહિત 5ને પદ્મ શ્રી, જુઓ લિસ્ટ

કોણ છે ડૉ.યઝદી ઈટાલિયા ? 
ડૉ. ઇટાલિયા, PHD અનુવાદ વૈજ્ઞાનિક છે. ભારતના પ્રથમ સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડિરેકટર છે. 2006થી 2012 સુધી સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડિરેક્ટર રહ્યાં છે. મોડેલ પ્રોજેકટ તરીકે વડાપ્રધાનનો એવોર્ડ એનાયત થયો છે.  ઈન્ડો-યુએસ NBS પ્રોજેકટ સહિત ઘણા ICMR સંશોધન માટે સહ-તપાસકર્તાની ભૂમિકા નિભાવી છે 
 

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Vtv Exclusive ગુજરાતનું ગૌરવ પદ્મ પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત મહામંથન Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ