બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Gujarati youth shames relationship, porn video made after marriage, pot explodes when wife checks laptop

લાંછન / ગુજરાતી યુવાને સંબંધો લજવ્યાં, લગ્ન પછી બનાવતો પોર્ન વીડિયો, પત્નીએ ચેક કર્યું લેપટોપ ત્યારે ભાંડો ફૂટ્યો

Hiralal

Last Updated: 05:22 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ચંબલના ભિંડ જિલ્લાની એક મહિલાએ તેના પતિની સામે પોર્ન વીડિયો ઉતારવાના આરોપસર ફરિયાદ દાખલ કરાવી છે.

  • મધ્યપ્રદેશના ચંબલના ભિંડ જિલ્લાની ચોંકાવનારી ઘટના
  • પતિ પત્ની સાથે સંબંધ બનાવતી વખતે પોર્ન વીડિયો ઉતારી લેતો
  • ઓનલાઈન પરિચયમાં આવીને યુવતીએ યુવાન સાથે કર્યાં હતા લગ્ન

એક ગુજરાતી યુવાને સંબંધોને લજવી નાખે તેવું કામ કર્યું છે. યુવાને પહેલા તો ઓનલાઈન પરિચયમાં આવેલી યુવતી સાથે મિત્રતા કેળવીને સારુ સારુ બોલીને તેની સાથે લગ્ન કરી લીધા અને ત્યાર બાદ તેના મનમાં જે હતું તે અમલમાં મૂકવાનું શરુ કર્યું પરંતુ આખરે તેને આ લીલા એક દિવસ ઝડપાઈ ગઈ અને તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો. પતિ-પત્નીના સંબંધો દિવ્ય છે અને આ સંબંધોને જેટલા પવિત્ર રાખવામાં આવે તેટલું વધુ સારુ છે પરંતુ ક્યારેય કોઈ પતિ પૈસાની લાલચમાં કે પછી બીજા કોઈ કારણસોર આ સંબંધોને લજવી નાખતો હોય છે. ગુજરાતના એક યુવાને પણ મધ્યપ્રદેશની યુવતી સાથે કંઈક આવું જ કર્યુ.

ગુજરાતી યુવાને મધ્યપ્રદેશની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં, લગ્ન બાદ બનાવવા લાગ્યો પોર્ન વીડિયો 
ચંબલના ભિંડમાં રહેતી 30 વર્ષીય મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, તે ગુજરાતના રહેવાસી મિતુલ દોસી નામના યુવકને ઓનલાઇન મળી હતી અને બંનેએ ઓનલાઇન પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ આ યુવક ગુજરાતની યુવતીને મળવા માટે ભિંડ આવ્યો હતો અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ યુવાનના કાળો કામો તો લગ્ન પછી બહાર આવવા લાગ્યા. યુવતીનો આરોપ છે કે તેનો પતિ જ્યારે પણ સંબંધ બાંધતો ત્યારે ત્યારે તે લેપટોપમાં તેનો પોર્ન વીડિયો બનાવી લેતો. 
યુવતીએ આરોપ છે કે એક દિવસ જ્યારે મેં તેનું લેપટોપ ચેક કર્યું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેના લેપટોપમાં ઢગલાબંધ છોકરીઓના પોર્ન વીડિયો હતા. તેણે એવો પણ આરોપ કર્યો છે કે તેનો પતિ પોર્ન વીડિયો વેચતો હોવો જોઈએ તો જ આટલી મોટી માત્રામાં તેના લેપટોપમાંથી વીડિયો મળી આવ્યાં છે. 

પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી 
પીડિતાએ અનેક વખત તેનો વિરોધ કર્યો પરંતુ યુવક તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને સાથે જ તેને માર મારે છે. પતિની આ કાર્યવાહીથી ત્રસ્ત યુવતીએ મહિલા થાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ