બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / બિઝનેસ / gujarat vidhan sabha election 2022 download your your voter card by epic number online

ટિપ્સ / શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી? તો ફટાફટ ફૉલો કરો આ સ્ટેપ્સ, ચપટી વગાડતા જ થઇ જશે ડાઉનલોડ

Published By: Premal

Last Updated: 04:08 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કાલે પહેલા તબક્કાનુ મતદાન થશે. જો તમારી પાસે મતદાર કાર્ડ નથી તો ચિંતા ના કરશો. અહીં જણાવવામાં આવેલા સરળ સ્ટેપથી તમે સરળતાથી મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

  • વોટર આઈડી કાર્ડ નથી તો ચિંતા ન કરતા
  • તમે આ સરળ સ્ટેપથી ડાઉનલોડ કરી શકો છો
  • મતદાર કાર્ડના પીડીએફ વર્ઝન e-EPICને ડાઉનલોડ કરી શકો છો

તમારી પાસે મતદાર કાર્ડ નથી તો ચિંતા ના કરશો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પ્રથમ તબક્કા માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજ્યમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનુ મતદાન થશે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલુ હોય. જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલુ છે, પરંતુ કાર્ડ નથી તો ચિંતા ના કરશો. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ચૂંટણી પંચ મતદાર કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. તમે મતદાર કાર્ડના પીડીએફ વર્ઝન e-EPICને ડાઉનલોડ કરી શકો છો. જેને ડાઉનલોડ કરવાની સમગ્ર પ્રક્રિયા અમે આગળ જણાવી રહ્યાં છે. 

ચૂંટણી પંચ તમને આપે છે આ સુવિધા 

ચૂંટણી પંચ તમને e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. e-EPIC તમારા મતદાર કાર્ડનુ પીડીએફ વર્ઝન હોય છે. મતદાતા તેને પોતાના ફોનમાં સ્ટોર કરી શકે છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો DigiLocker પર પણ ઈ-એપિક કાર્ડને અપલોડ કરી શકો છો. તમે તેને પ્રિન્ટ કરાવ્યાં સિવાય લેમિનેટ પણ કરાવી શકો છો. મતદાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે અહીં જણાવવામાં આવેલા સ્ટેપ્સને ફૉલો કરો. 

Voter Card ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ 

  1. સૌથી પહેલા ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://voterportal.eci.gov.in या https://nvsp.in/
  2. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે NVSP પોર્ટલ પર એકાઉન્ટ હોવુ જરૂરી છે.
  3. જો તમારું એકાઉન્ટ નથી તો પહેલા એકાઉન્ટ બનાવો અને પછી લૉગઈન કરો.
  4. તમે થોડી જાણકારી આપીને પોતાનુ એકાઉન્ટ રજીસ્ટર્ડ કરાવી શકો છો. 
  5. રજીસ્ટ્રેશન બાદ NVSP પોર્ટલ પર લૉગઈન કરો. તો પહેલાથી રજીસ્ટર્ડ યુઝર્સ સીધા લૉગઈન કરો.
  6. હવે તમારો ઈલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડનો નંબર નાખો પછી ફોર્મ રિફ્રેશ નંબર નાખીને રાજ્ય સિલેક્ટ કરો. 
  7. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
  8. હવે Download e-EPIC પર ક્લિક કરો.
  9. આમ કરતા તમારા મતદાર કાર્ડની PDF ફાઈલ (e-EPIC) ડાઉલોડ થઇ જશે.
  10. તમે e-EPIC એટલેકે મતદાર કાર્ડને સેવ કરી શકો છો અથવા તેની પ્રિન્ટ કાઢી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Election Commision of India Gujarat elections 2022 Voter List ચૂંટણી પંચ voter list

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ