ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat university sanet welfare election 2020 results

પરિણામ / ભાજપમાં વધુ એક રાજકીય ભૂકંપ, ગુજરાત યુનિ. વિદ્યાર્થી સેનેટ ચૂંટણીમાં NSUIએ બાજી મારી

Published By: Intern

Last Updated: 02:57 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં જ ભાજપને મોટો ફટકો પડ્યો છે કારણ કે આકરી મહેનત છતાં ABVPને માત્ર 2 જ બેઠક પ્રાપ્ત થઇ હતી. નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટમાં અમદાવાદની 10 બેઠક પર યોજાતા NSUIને 6 અને ABVPની 2 બેઠક પર જીત થઈ છે. જ્યારે 2 બેઠક પર ABVPના કાર્યકરો બિનહરીફ થયા છે.

ADVERTISEMENT

  • ગુજરાત યુનિ. સેનેટ-વેલ્ફેરની ચૂંટણીનું પરિણામ જાહેર
  • 6 બેઠક પર NSUIની જીત, 2 બેઠક પર ABVPની જીત
  • ભાજપની મહેનત માથે પડી

નોંધનીય છે કે, પી.જી.આર્ટસ વિભાગમાં NSUIના રોનક સોલંકી, પી.જી.કોમર્સ કોલેજમાં NSUIના રાહુલ, લો વિભાગમાં NSUIના હર્ષદિત્ય પરમાર, એજ્યુકેશન વિભાગમાં NSUIના શુભમ તિવારી, યુ.જી.સાયન્સ વિભાગમાં NSUIના દક્ષ પટેલ, યુ.જી.આર્ટસ વિભાગમાં NSUIના રાજેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. જ્યારે પી.જી. સાયન્સ વિભાગમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકી અને યુ.જી.કોમર્સ વિભાગમાં ABVPના ઝવેર દેસાઈની જીત થઈ છે.


 
મતગણતરી દરમિયાન હોબાળો મચ્યો

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ વેલ્ફેરની મતગણતરી દરમિયાન હોબાળો મચ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કાઉન્ટિંગ સેન્ટર બહાર હોબાળો થયો છે. ABVP-NSUIના કાર્યકર્તાઓ સામસામે આવ્યા છે. સિન્ડિકેટ મેમ્બર કૌશિક જૈનને પ્રવેશ આપવા બાબતે હોબાળો થયો છે.

 25 સેન્ટર પર મતદાન યોજાયું

રવિવારે અમદાવાદ સહિતના 25 સેન્ટર પર મતદાન યોજાયું હતું. જેમાં પીજી કોમર્સમાં 143માંથી 122 મત પડ્યા, લો ફેકલ્ટીમાં 124માંથી 90 મત પડ્યા, એજ્યુકેશનમાં 132માંથી 75 મત પડ્યા હતા. યુજી કોમર્સમાં 1226માંથી 693 મત પડ્યા, યુજી સાયન્સમાં 237માંથી 205 મત પડ્યા, યુજી આર્ટ્સમાં 239માંથી 150 મત પડ્યા હતા અને પીજી સાયન્સમાં 47 પૈકી 46 મત પડ્યા, પીજી આર્ટ્સમાં 33માંથી 32 મત પડ્યા અને વેલફેરમાં 1098 પૈકી 805 મત પડ્યા હતા.  ચૂંટણીમાં ABVP-NSUIના 24થી વધુ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. 

કેવી રીતે યોજાય છે વેલ્ફેર?

  • વેલ્ફેરની ચૂંટણીમાં 24થી વધુ ઉમેદવાર હોય છે
  • એક મતદાર 24 મત આપી શકે છે
  • મતગણતરી સમયે 1થી લઈને 10 સુધીના આંકડા લેવાય છે ધ્યાને
  • જે ઉમેદવારને 1 મળે છે તેને આખો મત ગણાય છે
  • એકડાની ગણતરી પત્યા બાદ બગડા અને તગડાની ગણતરી થાય છે
  • 24માંથી 8 વેલ્ફેર સભ્યોને જીત મળે છે બાકીના હારે છે
  • વેલ્ફેરની ટર્મ 3 વર્ષની હોય છે જયારે સેનેટની 1 વર્ષની
  • સેનેટ અને વેલ્ફેર સભ્યો વિદ્યાર્થીની સમસ્યાઓ માટે આંદોલન કરે છે
  • યુનિવર્સિટીમાં થતા મહત્વના ઠરાવમાં આ સભ્યો હોય છે હાજર

સંકળાયેલા મુદ્દાઓ

ABVP Ahmedabad news Gujarat University Gujarat university sanet welfare election 2020 NSUI અમદાવાદ Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ