બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat lockdown migrant worker double salary advance

લોકડાઉન / શ્રમિકો ગુજરાતમાં જ રોકાય જશે તો લોટરી લાગશે! માલિકો ડબલ પગાર અને એડવાન્સ લોન દેવાં તૈયાર

Published By: Divyesh

Last Updated: 12:24 PM, 9 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના લોકડાઉનના સમયમાં મોટા ભાગના લોકો કોઈને કોઈ પ્રકારે વ્યથિત છે ત્યારે શ્રમજીવીઓ કે કારીગરોના નસીબના દ્વાર ખુલી રહ્યા છે લોકડાઉનની પરીસ્થીતિમાં કારીગરો હાથમાંથી નીકળી ના જાય અને તેના વતન ભેગા ના થઈજાય તેના માટે ફેક્ટરી માલિકો એ હવે કારીગરો અહીં ગુજરાતમાં જ રોકાઈ જાય તેના માટે  કારીગરોને ડબલ પગાર અને એડવાન્સમાં લોન આપવાનું શરૂ કર્યું છે

  • શ્રમજીવીઓ જો અહીં રોકાઈ જશે તો લાગશે લોટરી
  • એડવાન્સમાં લોન આપવાનું શરૂ, કારીગરોના પગાર ડબલ કરાયાં

લોકડાઉનમાં ઔદ્યોકિક એકમો શરૂ થઇ જશે તો મજૂરો અને નાના રોજમદારોની સમસ્યા હાલ થઇ જશે એવી ધારણા હતી જે ખોટી સાબિત થઇ છે ઉદ્યોગો તો શરૂ થઇ ગયા છે પરંતુ મુશ્કેલીનો અંત આવ્યો નથી. કેમકે હવે મજૂરો મળતાં  નથી, બાકી જે અહીં રહ્યાં છે તે મજૂરો વતન જવા માટે નીકળે નહિ તે માટે ઔદ્યોગિક એકમોના માલિકો મજૂરોને એડવાન્સમાં ઉપાડ -લોન આપવા તૈયાર થયા છે.

એટલુંજ નહિ પણ કોન્ટ્રેક્ટ પર રહેલા કારીગરોના પગાર પણ ડબલ કરી રહ્યા છે. મજૂરો અહીં રોકાશે નહી તો એકમ બંધ થઇ જવાની ભીતિ વચ્ચે મજબૂરીમાં પણ ફેક્ટરી માલિકો કેટલાક નિર્ણયો લઇ રહ્યા છે.

જોકે ઉદ્યોગકારો માટે અત્યારે અનેક ચેલેન્જ છે જેવી કે ટ્રાન્સપોર્ટેશન પૂરતા પ્રમાણમાં શરૂ થયું નથી. મજૂરો રોકાઈ રહે તે માટે તેમની તમામ શરતોનું પાલન કરવું પડે છે. રો મટિરિયલના ભાવ વધી ગયા છે તેથી જરુરી કાચોમાલ વધુ પૈસા ચૂકવીને પણ ખરીદ કરવો પડે છે. ક્યારેક આખી ટ્રક નો માલ તૈયાર થયો ના હોઈને માલ કેવી રીતે મોકલવો તે પણ સમસ્યા છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Company gujarat migrant worker ગુજરાત પગાર પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉન LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ