બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat government nitin patel announces relief package for farmers
Kavan
Last Updated: 05:14 PM, 23 November 2019
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમા નુકસાન થયું છે. ખાસ કરીને લણણી સમયે જ કમોસમી વરસાદને કારણે દિવાળી બાદ ખેડૂતોને મોટું નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો દ્વારા આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
3795 કરોડનું જાહેર કરાયું પેકેજ
ADVERTISEMENT
આ બેઠકમાં ખેડૂતો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારથી કમોસમી વરસાદ માટે 3795 કરોડનું ખેડૂતો માટે સહાય કરવામાં આવી હતી. આ પેકેજનો લાભ 81 તાલુકાના 18369 ગામો ના 56 લાખ 36 હજાર ખેડૂતોને થશે.
ખાતાદીઠ 4 હજાર રુપિયાની કરાશે ચુકવણી
નોંધનીય છે કે, નીતિન પટેલે કહ્યું હતું કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.