બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Gujarat government launches portal to help Koro's heirs, find website and application process
Mehul
Last Updated: 11:25 PM, 3 December 2021
ADVERTISEMENT
કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે ત્યારે,વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ પુરાવા અપલોડ કરી શકશે. માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. જેનું લોન્ચિંગ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. જરૂરી પ્રમાણપત્ર મોબાઈલથી અપલોડ કરવાથી પણ માત્ર એક મહિનામાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશ.તેમ પણ ઉમેર્યું હતું.આ પોર્ટલનું નામ iora.gujarat.gov.in છે. જેના પર મૃતકના વારસદારો પોતાની વિગતો આપી શકશે. મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં અરજી કરવાની લિંક https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx
મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાસત્ગવરે રિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કરાયું છે
ADVERTISEMENT
ગાંધીનગરથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.
સહાય માટે શું કરવું પડશે ?
તેમણે ઉમેર્યુ કે,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50,000/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021ના ઠરાવ પ્રમાણે Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર, ફોર્મ 4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે.
એક મહિનામાં મળી જશે સહાય
તેમણે કહ્યુ કે,આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-30માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામા આવે છે એ પ્રક્રિયા ચાલુ રહેશે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવકમલ દયાની,આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશ્નર આન્દ્રા અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પોર્ટલ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાના અધિકારી કર્મચારીઓ તથા એન.આઈ.સી ગુજરાતના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.