ન્યૂઝ અપડેટ્સ
VTV / Gujarat drinking water problem Help line number 1916 Call
ADVERTISEMENT
ADVERTISEMENT
પાણીની સમસ્યાને લઈને હેલ્પલાઈન નંબર પર તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો. પીવાનું પાણી ન આવતું હોય કે અન્ય કોઇ પાણી સંબંધિત સમસ્યા હોય તો 1916 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જાણ કરી શકાશે. મહત્વનું છે કે, ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધિત ફરિયાદો જેવી કે હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ નંબર પર નોંધાવી શકે છે.
મહત્વનું છે કે, જો કોઈ કિસ્સામાં હેલ્પલાઇન નંબર ‘1916’ વ્યસ્ત જણાય તો નાગરિકો અન્ય નંબર 1800 233 3944 પર પણ ફરિયાદ નોંધાવી શકે છે.
ADVERTISEMENT
જો કોલમાં સંપર્ક ન થઇ શકે તો ઓનલાઇન આ વેબસાઇટ પર કરી શકો છો પાણી અંગેની ફરિયાદ
ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટના New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.
ADVERTISEMENT
પીવાના પાણીની સમસ્યા માટે ગુજરાત સરકારની હેલ્પલાઇન છેઃ જિલ્લા કલેક્ટર
મહિસાગર જિલ્લા કલેક્ટર ડૉ. મનિષ કુમારે આ અંગે જણાવ્યું છે કે, ઉનાળાનો સમય આવી ગયો છે, આગામી 3 મહિના તકલીફ વાળા રહેશે. બહુ ગરમી છે. ત્યારે પીવાના પાણીની સમસ્યા માટે ગુજરાત સરકારની હેલ્પલાઇન છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં બોર ખરાબ થયા હોય, હેન્ડ પંપ ખરાબ થયા હોય કે પછી પીવાના પાણીમાં કોઇપણ સમસ્યા હોય તો તેની સરકારી વિભાગ નોંધ લેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો