ગુજરાત / ડેંગીનો કહેરઃ રાજકોટમાં આરોગ્ય અધિકારીની પુત્રીનું ડેંગીથી મોત, મહેસાણા-સુરતમાં કેસોમાં વધારો

Gujarat Dengue Death Rajkot Surat Mehsana

ગુજરાત પર 'મહા' વાવાઝોડાંનુ સંકટ ટળ્યા બાદ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જો કે કમોસમી વરસાદ બાદ રાજ્યમાં રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષથી  ડેંગી(Dengue)ના કેસોમાં ભયજનક વધારો જોવા મળ્યો છે. જેને લઇને રાજ્યના રાજકોટ, મહેસાણા, વડોદરા, સુરતમાં હાલ ડેંગીના કેસોમાં વધારો થયો છે. જ્યારે રાજકોટમાં આરોગ્ય અધિકારીની પુત્રીનું ડેંગીથી મોત થયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ