કોરોના સંકટ / તંત્રએ જ્યારે ટેસ્ટ વધુ કરવાના હતા ત્યારે ઓછાં કર્યા અને આજે હવે કર્ફ્યૂ, પિક્ચર તો અભી બાકી હૈ

Gujarat coronavirus testing record ahmedabad curfew

અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગત એપ્રિલ મહિનાના પ્રારંભમાં કેન્દ્ર સરકારે દેશનાં જે દસ શહેરોને કોરોનાના હોટસ્પોટ શહેર તરીકે જાહેર કર્યાં હતાં. તેમાં અમદાવાદનો સમાવેશ કરાયો હતો. હવે દિવાળીના તહેવારોમાં અમદાવાદીઓએ ભાન ભૂલીને જે રીતે સાવ છોકરમત દાખવી છે. તો બીજી તરફ સરકારે ટેસ્ટિંગમાં બેદરકારી દાખવી છે. તેને પગલે શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ત્યારે હજુ પિક્ચર હજુ બાકી છે, 23 નવેમ્બરથી કોરોનાના કેસ વધે તેવી શક્યતાઓ છે. તો પેટાચૂંટણી, નવરાત્રી, દિવાળીમાં ઓછા ટેસ્ટ કરાતા કેસ પણ ઓછા નોંધાયા હોવાનું જણાઇ રહ્યું છે. ચૂંટણી અને તહેવારોમાં જ્યારે જરૂર હતી ત્યારે ટેસ્ટ ઓછાં અને આંકડા પણ ઓછાં નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ