Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 28 January 2022
BIG NEWS /
રાજ્યમાં 8 મનપા સહિત 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી યથાવત રખાયો, રેસ્ટોરન્ટની હોમ ડિલીવરી પણ 24 કલાક ચાલુ
Team VTV11:25 PM, 28 Jan 22
| Updated: 11:43 PM, 28 Jan 22
8 મનપા સહિત 27 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રખાયો, 4 ફેબ્રુઆરી સુધી કોરોનાની SOP યથાવત
રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધી કોરોનાની SOP યથાવત
8 મનપા સહિત 27 શહેરોમાં રાત્રિ કરફયુ યથાવત્ત
4 ફેબ્રુઆરી સુધી રાત્રી કરફ્યુ યથાવત્
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ યથાવત રહેશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં ગઈ ગાઈડલાઇનથી અમલ હતો. પહેલા આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં હતો. જે બાદ વધુ 17 શહેરોનો સમાવેશ કરતા કુલ 27 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવ્યો હતો જે 4 ફેબ્રુઆરી સુધી તમામ SOP યથાવત રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.
હોટલ-રેસ્ટોરન્ટની હોમ ડિલીવરી 24 કલાક ચાલુ રહેશે
આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. 29 જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.