ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અમદાવાદના સમાચાર / Gujarat budget 2021 for it sector

બજેટસત્ર / ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટર મુદ્દે શું ખાસ હોઈ શકે છે ગુજરાતના બજેટમાં?

Published By: Gayatri

Last Updated: 01:13 PM, 29 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટર મુદ્દે ખાસ અપેક્ષાઓ સેવાઈ રહી છે ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે કોરોનાની મહામારી બાદનું આ બજેટ IT સેક્ટર માટે સારૂ હશે કે નહીં.

ADVERTISEMENT

  • IT કંપનીઓને બજેટથી મોટી અપેક્ષા
  • લિક્વિડિટી વધે તેવી નીતિની માગ
  • ઉદાર ટેક્સ સ્ટ્રકચરની આશા

1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આહ્વાન આપી ચૂક્યા છે.  24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. DYCM નીતિન પટેલ નવમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. 

કોરનાની મહામારી બાદનું બજેટ

કોરોનાની મહામારી બાદનું બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે દરેકને એવું થાય કે, એવુ્ં તો શું હશે બજેટમાં?

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત માં ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે અને આવનારા કેન્દ્રીય બજેટમાં જો સાનુકૂળ નીતિ જાહેર થશે તો રાજ્યના આઈટી સેક્ટર માં નવી તક સર્જાશે એમ ઉદ્યોગ ના અગ્રણીઓ માને છે. લિક્વિડિટીમા વધારો કરે અને નિકાસમાં જીએસટી રિફંડ ઝડપી આપવામાં આવે તો આઇટી કંપનીઓ આગામી મહિનાઓમાં નવી રોજગારીનું સર્જન કરશે. 

રાજ્યમાં લગભગ ૫,૦૦૦ થી વધુ આઈટી કંપનીઓ ૨ લાખથી વધુ રોજગારી આપે છે. ગુજરાતે છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને રાજ્યમાં આઇટી એજ્યુકેશન પણ વિકસ્યું છે તેથી અહીં સ્થાનિક મેનપાવર પણ મળી રહે છે.

3 દિવસ ચર્ચા કરવામાં આવશે

પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરશે અને પૂર્વ CM માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અપાશે. પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ પણ પસાર થશે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે. 

IT કંપનીઓને બજેટથી શું છે અપેક્ષા

  • ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપનીઓને બજેટથી મોટી અપેક્ષા
  • લિક્વિડિટી વધે તેવી નીતિની માંગ
  • કોરોના બાદ કંપનીઓને વધુ ઉદાર ટેક્સ સ્ટ્રકચરની આશા
  • સેઝ અને સેઝ બહાર કામ કરતી કંપનીઓ માટે ટેક્સ ઘટાડો જરૂરી
  • આઈટી સર્વિસની નિકાસ પર GST રિફંડ ઝડપી હોવું જોઈએ
  • આઇઓટી અને રોબોટિક્સને વેગ મળે તેવાં પગલાં જરૂરી

 

બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ

1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. માર્ચ 2 અથવા 3ના દિવસે અંદાજપત્ર રજૂ કરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે  5 દિવસ ફાળવાશે. અંદાજપત્રની માંગણીઓ પરની 12 દિવસ ચર્ચા થશે. લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Budget Nitin Patel gujarat budget 2021 ગુજરાત બજેટ 2021 નીતિન પટેલ બજેટ સત્ર gujarat budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ