બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Gujarat 6th position indebted state of India 2019

આ છે વિકાસ! / દેવાદાર રાજ્યોના લિસ્ટમાં ગુજરાતનો વિકાસ, આપણા દરેકના માથે આટલાં રૂપિયાનું દેવું

Published By: Gayatri

Last Updated: 12:54 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસની ગુલાબી ગુલાબી વાતોમાં દેવું કાંટો થઈને ખુંચી રહ્યું છે. વિકાસનું ગણિત વ્યાજના આંકડા ખોરવી રહ્યાં છે. દેવાદાર રાજ્યોની યાદીમાં ગુજરાત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. ભારત સરકારના રિપોર્ટ મુજબ માર્ચ 2020માં ગુજરાતનું દેવું 3.25 લાખ કરોડ થશે. વિકાસ એકલી આવકનો થોડો થાય? દેવાનો પણ થાય ને? ગુજરાત સરકારની કરવેરાની આવકો વધી રહી હોવા છતાં કેમ ખાદ્ય પડી રહી છે તે ખરેખર વિચારનીય છે.

  • 2020માં ગુજરાતનું દેવું 3.25 લાખ કરોડ થશે
  • 2020માં દરેક ગુજરાતી માથે 51,000નું દેવું હશે
  • 2019માં ગુજરાતનું દેવું 2.97 લાખ કરોડ રુપિયા

રાજ્યની આવકના 19 ટકા તો દેવાનું ભારણ

દેવાદાર રાજયમાં ગુજરાત છઠ્ઠા ક્રમે પહોચ્યું છે. રાજયની વાર્ષિક આવકના 19 ટકા જેટલું માતબર દેવું થઈ રહ્યુ છે. રાજ્યના દેવામાં સતત  વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત 2020માં દેવામાં ડુબી જશે. દરેક ગુજરાતી માથે 51000નું દેવું લઈને જન્મશે.  2020માં ગુજરાતનું દેવુ 3.25 લાખ કરોડ થઇ જશે. જ્યારે હાલ ગુજરાતનું દેવુ 2.97 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે 2020માં દરેક ગુજરાતીના માથે 51 હજાર રૂપિયાનું દેવું હશે. રાજ્યના વાર્ષિક આવકના 19 ટકા જેટલું દેવું છે. એટલે કે રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે.

ગુજરાત કરોડોનું વ્યાજ ચુકવે છે
ગુજરાતના દેવાદાર બનવા અંગેની વાતનો ખુલાસો વિધાનસભામાં થયો હતો. 31 મે 2019 સુધી રાજ્યનું જાહેર દેવુ બે કરોડ, 40 લાખ 652 કરોડ રૂપિયાને આંબી ગયુ છે. વર્ષ 2017-18માં 17 હજાર 178 કરોડ અને વર્ષ 2018-19માં 18 હજાર 124 કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણી કરાઈ છે.

કરવેરાની આવક વધી હોવા છતાં દેવુ કેમ વધી રહ્યું છે 

2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે. છતાં સરકારના બજેટમાં ખાધ પોણા ત્રણ ગણી વધી રહી છે તે વિચારવા જેવુ છે. સરકારનું દેવું 2001-02માં 45,000 કરોડ હતું કે જે 2017-18માં 2.15 લાખ કરોડ  થઈ ગયું. આમ, એક ગુજરાતી પર 35478નું દેવું થઈ ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

GDP Gujarat Economy આવક કરવેરા ગુજરાત ગુજરાતી ન્યૂઝ દેવાદાર દેવાદાર રાજ્યો Gujarat debt

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ